ગુજરાત

gujarat

By

Published : May 5, 2020, 3:53 PM IST

ETV Bharat / bharat

કેટલાંક લોકો રાજકીય હિત માટે કોરોના સામેની લડતને નબળી કરી રહ્યા છે: યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કોરોના વાઇરસ પર થઇ રહેલા રાજકારણને કમનસીબી ગણી છે. તેઓએ કહ્યું કે, કોરોનાની વિરુદ્ધ લડાઇને કેટલાક લોકો પોતાની રાજકારણના સ્વાર્થ માટે નબળી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કેટલાક લોકો રાજકીય હિત માટે કોરોના સામેની લડતને નબળી કરી રહ્યા છે: યોગી આદિત્યનાથ
કેટલાક લોકો રાજકીય હિત માટે કોરોના સામેની લડતને નબળી કરી રહ્યા છે: યોગી આદિત્યનાથ

લખનઉ : મુખ્ય પ્રધાન યોગી આદિત્યાનાથે નામ લીધા વગર વિપક્ષ પર આકરો પ્રહાર કર્યો હતો. યોગીએ કહ્યું કે, જ્યારે પ્રદેશ અને દેશની જનતા કોરોના વિરુદ્ધ મજબૂતી સાથે લડાઇ લડી રહી છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર પૂરી નિષ્ઠા સાથે આ લડાઇને આગળ ધપાવી રહી છે. પ્રદેશ અને દેશની જનતા સરકારની સાથે ચાલીને આ લડાઇમાં પોતાનું યોગદાન આપી રહી છે. તેવા સમયે કેટલીક રાજકીય પાર્ટીઓ રાજકારણ રમી રહી છે. જે કમનસીબી છે.

CM યોગીએ કહ્યું કે, કોરોના વાઇરસ વિરુદ્ધ દેશની લડાઇ મજબૂતી સાથે આગળ વધી રહી છે. તેવામાં કેટલાક લોકો એવા છે, જે આજે પણ રાજકારણમાંથી બહાર નથી આવી રહ્યા, જે ખુબ જ દુ:ખદ છે.

તેઓએ કહ્યું કે, ભારતની આ લડાઇમાં કેટલાક લોકો પાતાના રાજકીય સ્વાર્થને લઇ લડાઇને નબળી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. પ્રથમવાર દેશમાં વિકટ પરિસ્થિતિના સમયે ગરીબો, મજૂરો, મહિલાઓ માટે એક રાહત પેકેજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર થયું છે.

ABOUT THE AUTHOR

...view details