લખનઉ: હાથરસમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ અને મોત મામલે ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે સીબીઆઈને તપાસના આદેશ આપ્યા છે. મુખ્ય પ્રધાનના કાર્યલાયે ટ્વીટ પર સમગ્ર જાણકારી આપી છે. મુખ્ય પ્રધાને હાથરસના સંપુર્ણ કેસની તપાસ સીબીઆઈને કરવાના આદેશ આપ્યા છે.
મુખ્ય પ્રધાનના નિર્દેશ પર મુખ્ય સચિવ ગૃહ અવનીશ કુમાર અવસ્થી અને ડીજીપી હિતેષ ચંદ્ર અવસ્થી હાથરસમાં પીડિત પરિવારને મળવા ગયા હતા. મુખ્ય પ્રધાન કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે બેઠક બાદ આ નિર્ણય લીધો છે.
આ સમગ્ર મામલાને લઈ વિપક્ષ છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી હાથરસમાં પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિમંડળ પર પીડિત પરિવારને મળવા જશે.