ભોપાલ: મઘ્યપ્રદેશમાં પેટા-ચૂંટણીઓ પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ નેતા એક-બીજા પર નિશાન સાધવામાં કોઈ તક છોડતા નથી. પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો ટ્વિટર પર શેર કરવાથી ધમાલ મચી છે. આ વીડિયોનો ભાજપે વિરોધ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે દિગ્વિજય સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
દિગ્વિજય વિરુદ્ધ FIR દાખલ ભાજપના નેતાઓનો આરોપ છે કે, મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની છબી ખરાબ કરવાના ઈરાદાથી એડિટ કરેલો વીડિયો શેર કરવામાં આવ્યો છે. પ્રદેશના પૂર્વ પ્રધાન ઉમાશંકર ગુપ્તાના નેતૃત્વમાં ભાજપ નેતાઓ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ પહોંચી એસપી સાઉથ સાઈ કૃષ્ણા થોટાને ફરિયાદ કરવામાં આવી હતી.
દિગ્વિજય વિરુદ્ધ FIR દાખલ દિગ્વિજય સિંહે તેમના ટ્વિટર પર 14 જૂનના રોજ એક વિડીયો શેર કર્યો છે. જેમાં લખ્યું કે, મદિરાલય ખોલ દો, પર મંદિર ઓર પૂજા સ્થળો પર લૉકડાઉન, વાહ રે મામા, ઈતના પિલાઓ કે પડે રહે, ક્યા કહેના, આ ટેગલાઈન સાથે વીડિયો શેર કર્યો હતો.
રાજ્યના પૂર્વ મહેસૂલ પ્રધાન ઉમાશંકર ગુપ્તાનું કહેવું છે કે, જે વીડિયો શેર કર્યો છે. તે વીડિયો 12 જાન્યુઆરી 2020નો છે. જેમાં પત્રકાર દ્વારા પુછવામાં આવેલા સવાલોના જવાબ શિવરાજ સિંહ ચૌહાણ આપે છે.
ભાજપનો આરોપ છે કે આ વીડિયો 2 મિનીટ 19 સેકન્ડનો છે. જે વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. તે માત્ર 8 સેકન્ડનો છે અને એડિટ કરવામાં આવેલો છે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહને બદનામ કરવાના ઈરાદાથી આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે.