આ મૂર્તિની ખાસીયત એ છે કે, તેને સાગના લાકડામાંથી બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આપેલ માહિતી પ્રમાણે, ભગવાન શ્રીરામની આ મૂર્તિ લાકડાના એક જ ટુકડામાંથી તૈયાર કરવામાં આવી છે.
કેમ ખાસ છે અયોધ્યામાં 'કોદંડ શ્રીરામ' ની પ્રતિમા, CM યોગીએ કરી સ્થાપના - National News
ન્યૂઝ ડેસ્કઃ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથે શુક્રવારે અયોધ્યામાં ભગવાન ‘કોદંડ શ્રીરામ’ની મૂર્તિની સ્થાપના કરી છે. લગભગ 7 ફૂટ ઊંચી કોદંડ રામની આ મૂર્તિ ઘણી રીતે ખાસ છે. રામની આ મૂર્તિ કર્ણાટકમાં બનાવવામાં આવી છે અને તેમાં ખાસ પ્રકારના લાકડાનો વપરાશ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ લાકડાની ભગવાનની રામની આ મૂર્તિમાં શું ખાસીયત છે.
દક્ષિણ ભારતમાં ભગવાન રામના કોદંડ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શ્રી રામની આ મૂર્તી, પણ કોદંડ ધનુષ ધારણ કરેલી દેખાય છે, કારણ કે, ભગવાન શ્રીરામને કોદંડના નામે પણ ઓળખવામાં આવે છે. લોકવાયકા પ્રમાણે, જ્યારે શ્રીરામ માતા સીતાની શોધમાં દક્ષિણ ભારતમાં પહોંચ્યા હતા ત્યારે વનવાસી સ્વરૂપમાં તેમની પાસે માત્ર તેમું કોદંડ ધનુષ જ હતું.
આ મૂર્તિની કારીગરી ખૂબ જ ઉત્તમ હોવાથી કલાના બેજોડ નમૂના તરીકે જોવામાં આવી રહ્યું છે. આ મૂર્તિની ઊંચાઈ 7 ફૂટ છે અને તેને 35 લાખ રૂપિયામાં બેંગલુરૂના કાવેરી મ્યૂઝિયમમાંથી ખરીદવામાં આવી છે. આ મૂર્તિને અયોધ્યાના મ્યૂઝિયમ માટે ખરીદવામાં આવી છે.