બિહાર/સીવાન: બિહારના સિવનામાં પૂરનો કહેર છે, ત્યારે જિલ્લામાં પૂર પીડિતોની મુલાકાતે પહોચેલા મહારાજગંજના ભાજપના સાંસદ જનાર્દનસિંહ સિગ્રીવાલનો લોકોએ વિરોધ કર્યો હતો. જિલ્લાના લકડી, નબીગંજા અને બસનંતપુર પ્રખંડના કેટલાક ગામો પૂરથી ડૂબ્યા છે.
બિહારમાં પૂરગ્રસ્ત પીડિતોને મળવા ગયેલા ભાજપ સાંસદને લોકોએ ઘેરી લીધા - ભાજપના સાંસદ જનાર્દન સિંહ
બિહારમાં પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા પહોચેલા ભાજપના સાંસદ જનાર્દનસિંહ સિગ્રીવાલનો લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ સાંસદ વિરુદ્ધ નારેબાજી કરી હતી.
બિહાર
જ્યારે સાંસદ પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોચ્યાં હતા, ત્યારે ગ્રામીણ લોકોએ સાંસદનો વિરોધ કર્યો હતો. લોકો ખુરશી લઈ સાંસદને મારવા દોડ્યા હતા. અંદાજે 1 કલાક સુધી ચાલેલા હડકંપમાં સાંસદ ફંસાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગ્રામીણ લોકો ખુરશી લઈ ભાજપના કાર્યકર્તાઓને મારવા દોડ્યા હતાં.