જસ્ટિસ રંજન ગોગોઈનો જન્મ 18 નવેમ્બર1954ના રોજ થયો હતો. તેઓ દેશના 46માં CJI બન્યા. ગોગોઈ 1978માં બાર કાઉન્સિલમાં જોડાયા હતા. જસ્ટિસ ગોગોઈએ પોતાના કાર્યકાળની શરૂઆત ગુવાહાટી હાઈકૉર્ટથી કરી હતી. 2001માં ગુવાહાટી હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા હતા.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ થયા નિવૃત, કાર્યકાળ દરમિયાન આપ્યા ઐતિહાસિક ચુકાદા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આજે સેવાનિવૃત થઈ રહ્યાં છે. શુક્રવારે રંજન ગોગોઈના કાર્યકાળનો અંતિમ દિવસ હતો. ચીફ જસ્ટિસે પોતાના કાર્યકાળમાં કેટલાય મહત્વના ચુકાદા આપ્યા. તેઓ ચાર જજો દ્વારા કરાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ સામેલ હતા. હાલમાં જ તેમણે અયોધ્યા પર ઐતિહાસિક ચુકાદો આપી પોતાના કાર્યકાળને યાદગાર બનાવી દીધો.
શપથ લેતા જ અયોધ્યા પર એક્શન
જસ્ટિસ ગોગોઈની સામે જે સૌથી મોટો પડકાર હતો. તે અયોધ્યા જમીન વિવાદ. શપથ લેતાની સાથે જ તેમણે અયોધ્યા બાબતે સુનાવણી માટે એક બંધારણીય પીઠની રચના કરી. તેમણે પોતે તે પીઠની આગેવાની લીધી. તેમજ બંને પક્ષો સાથે પીઠને વાતચીત કરવા પણ કહ્યું. ત્યારબાદ સતત 40 દિવસ સુધી આ મુદ્દે સુનવણી કરી ચુકાદો આપ્યો.
અયોધ્યા જમીન વિવાદ
CJI રંજન ગોગોઈના કાર્યકાળનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો અયોધ્યા જમીન વિવાદ રહ્યો. આ ચુકાદાના કારણે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમની વડપણ હેઠળ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેચે રામ મંદિર અને બાબરી મસ્જિદની વિવાદીત જમીનના મુદ્દે અંતિમ નિર્ણય કર્યો. આ ચુકાદો 9 નવેમ્બર 2019ના રોજ આપ્યો હતો.
રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)
અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર લાગુ કરવાના મુદ્દે સમગ્ર દેશમાં કેટલાય વિવાદ થયા. પરંતુ સીજેઆઈ ગોગોઈનો ચુકાદો મજબૂત હતો. તેમણે સ્પષ્ટ કર્યુ કે નિયત સમયમર્યાદામાં એનઆરસીને લાગુ કરવામાં આવે, જેથી ગેરકાયદેસર રીતે અસમમાં રહેતા લોકોની ઓળખાણ થઈ શકે. ગોગોઈનો જન્મ અસમના ડિબ્રૂગઢમાં જ થયો હતો.
રાફેલ મુદ્દો
14 નવેમ્બર 2019ના રોજ સીજેઆઈ રંજનગ ગોગોઈના વડપણવાળી 3 જજોની બેચે વાયુસેના માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા લડાકુ વિમાન રાફેલ ડીલ પર નિર્ણય સંભળાવ્યો. કેટલાય પ્રધાનો, સાંસદો અને વરિષ્ઠ વકીલોએ આ ડીલને પડકાર આપતા પુનઃવિચાર માટે અરજી દાખલ કરી હતી. પરંતુ કૉર્ટે અરજી રદ્દબાતલ કરતા સ્પષ્ટ કર્યુ કે આ મુદ્દે અલગથી તપાસની કોઈ જરૂર નથી
હવે CJI કાર્યાલય પણ RTI હેઠળ
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનું કાર્યાલય હવે આર.ટી.આઈ. કાયદાની અંતર્ગત છે. સુપ્રીમ કૉર્ટે 13 નવેમ્બર 2019ને બુધવારે આ ચુકાદો આપ્યો. કૉર્ટે કહ્યું કે મુખ્ય ન્યાયાધીશનું કાર્યાલય સાર્વજનિક છે. જેથી તે આર.ટી.આઈ. અંતર્ગત આવશે.
પ્રેસ કોન્ફરન્સ પણ કરી
સુપ્રીમ કૉર્ટની ત્રણ ન્યાયાધીશ અને જસ્ટિસ રંજન ગોગોઈએ મળીને 12 જાન્યુઆરી 2018ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પરંતુ હવે ત્રણેય જજ નિવૃત થઈ ગયા છે. એવું પહેલીવાર હતુ કે ન્યાયાધીશો આ રીતે પત્રકાર પરિષદ કરી હોય. તેમણે કેસની વહેંચણી અને રૉસ્ટર સિસ્ટમ સામે સવાલ ઉભા કર્યા હતા. ત્યારબાદ રૉસ્ટર સિસ્ટમને સાર્વજનિક કરાઈ હતી.