ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર: સુરક્ષા દળોના કાફલા પર આતંકવાદી હુમલો, ત્રણ જવાનો શહીદ - સુરક્ષા દળોના કાફલા પર આતંકવાદી હુમલો

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ હંદવાડાના કાજિયાબાદ વિસ્તાર નજીક CISFના પેટ્રોલીંગ કરતા કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ સૈનિકો શહીદ થયા છે અને સાત જવાન ઘાયલ થયા છે.

CISF
CISF

By

Published : May 4, 2020, 7:50 PM IST

શ્રીનગર: આતંકીઓએ હંદવાડાના કાજિયાબાદ વિસ્તાર નજીક CISFના પેટ્રોલીંગ કરતા કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે અને સાત જવાન ઘાયલ થયા છે.

આ સમયે, આતંકીઓએ શ્રીનગર શહેરના બહારના વિસ્તાર વાગુરા નૌગામમાં CISF પેટ્રોલિંગ પર પણ હુમલો કર્યો છે. આ હુમલામાં CRPFના એક જવાન ઘાયલ થયા છે.

હુમલો થયા બાદ બંને વિસ્તારો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ CISFના જવાનોએ હંદવાડામાં એક આતંકીને ઠાર માર્યો છે.

ABOUT THE AUTHOR

...view details