CISFના પ્રવક્તા હેમેન્દ્ર સિંહે કહ્યું હતું કે ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુદાનથી ફ્લાઇટ નંબર ઇટી 689 ટર્મિનલ 3 પર આવી હતી. તે પછી, એક્સ-રે મશીનમાં તપાસ દરમિયાન વિદેશી નાગરિકોના સામાનમાંથી સાત કિલોગ્રામ ચંદનનું લાકડું ઝડપાયું હતું. જેના પછી પોલીસે પૂછપરછ કરી કે તેના બીજા બેગમાંથી પણ 22 કિલો ચંદનના લાકડા મળી આવ્યા હતા.
એક્સ-રે મશીને ખોલ્યું રાઝ, 29 કિલો ચંદન સાથે વિદેશી શખ્સની ધરપકડ
નવી દિલ્હી: CISFએ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારે માત્રામાં ચંદનના લાકડા ઝડપી પાડ્યા છે. આરોપી નોર્થ આફ્રિકાનો દેશ સુદાનથી ભારત આવ્યો હતો. આ આરોપી પાસેથી 30 કિલોગ્રામ ચંદનનું લાકડું ઝડપાયું છે.
29 કિલો ચંદન સાથે વિદેશી શખ્સની ધરપકડ
હાલ આરોપી પાસેથી કુલ 29 કિલોગ્રામ ચંદનનું લાકડું જપ્ત કરવામાં આવ્યું છે. હાલ આ લાકડું દિલ્હીમાં કોણે મંગાવ્યું હતુ અને ક્યાં સપ્લાય કરવાનું હતું તેની પોલીસ તપાસ કરી રહી છે.