આ અંગે સરકાર આગામી મહિનામાં આ તમામ સમસ્યા માટેનું એક સમાધાન લાવવા જઈ રહી છે. સરકાર આગામી મહિનામાં એક ટેકનોલોજી આધારીત સમાધાનની શરૂઆત કરવા જઈ રહી છે. જેના દ્વારા IMEI નંબર બદલાઈ જવા છતા ખોવાઈ ગયેલો ફોન પાછો મેળવી શકાશે.
ચોરી થયેલો ફોન ગમે ત્યાં હશે પાછો મળી જશે, સરકાર નવી ટેકનોલોજી લાવી રહી છે - Work
નવી દિલ્હી: ઘણી વાર એવું બનતુ હોય છે કે, લોકો પોતાનો ફોન ખોઇ બેસે અથવા ચોરી થઈ ગયા બાદ તે અંગેની ફરિયાદ નોંધાવવા છતાં તે મળતો નથી. જે પાછળનું કારણ તેના IMEI નંબર અને સિમ કાર્ડ બદલાઇ જવાના કારણે તેને પાછો મેળવી શકાતો નથી.
સેન્ટર ફૉર ડેવલોપમેન્ટ ઑફ ટેલિમેટિક્સ ( C-DOT)એ એક ટેકનોલોજી તૈયાર કરી લીધી છે. આ ટેકનોલોજીની શરૂઆત ઓગષ્ટ મહિનામાં થવાની ધારણા કરવામાં આવી રહી છે. દુરસંચાર વિભાગના એક અધિકારીએ આ અંગે જણાવ્યું છે કે, C-DOT પાસે ટેકનોલોજી તૈયાર છે, સંસદ સત્ર બાદ દુરસંચાર વિભાગના પ્રધાને આ સિસ્ટમની શરૂઆત માટે સંપર્ક કરશે. જે આવનારા મહિને લાગૂ થઇ શકે છે"
સંસદનું વર્તમાન સત્ર 26 જૂલાઇ સુધી ચાલશે. દુરસંચાર વિભાગે જુલાઇ 2017માં નકલી મોબાઇલ ફોન અને ચોરીની ઘટનાઓમાં ઘટાડો લાવવાના લક્ષ્ય સાથે C-DOTને " સેન્ટ્રલ ઇક્વિપ્મેન્ટ આઇડેન્ટીટી રજિસ્ટર" (CIR) વિકસીત કરવાનું કાર્ય આપ્યું હતું. સરકારે CIRની રચના માટે 15 કરોડની રકમની પણ ફાળવણી કરી હતી. CIR સિસ્ટમ સિમકાર્ડ બદલી નાંખ્યા અથવા IMEI નંબર બદલી નાખ્યા બાદ પણ ચોરી થયેલા ફોન પરની તમામ સર્વિસિસ પણ બ્લોક કરી દેવાશે.