ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગલવાન પર ચીનનો દાવો નવો નથી- એમઆઈટી પ્રાધ્યાપક - ગલવાન પર ચીનનો દાવો નવો નથી- એમઆઈટી પ્રાધ્યાપક

સમગ્ર ગલવાન ખીણ પર ચીનના પ્રાદેશિક દાવાઓ નવા નથી અને આ વિસ્તારના અગાઉના તેમના નકશા મુજબ જ છે તેમ વ્યૂહાત્મક નિષ્ણાત પ્રાધ્યાપક એમ. ટેલર ફ્રાવેલ કહે છે. માસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી ખાતે સિક્યૉરિટી સ્ટડિઝ પ્રૉગ્રામના નિર્દેશક અને રાજકીય વિજ્ઞાન રૂથ સ્લૉઅન કહે છે કે નકશાના આધારે તેમણે ચીની સરકારનાં સંસાધનો દ્વારા ઓળખ કરી છે. ચીનનો ગલવાન પર દાવો હંમેશાં ખાડી અથવા નદી વળાંક પર રહે છે અને ભારત સાથે આ ચાલી રહેલા તણાવવાળી મડાગાંઠ દરમિયાન બદલાયો નથી. જોકે તેઓ યાદ અપાવે છે કે મતભેદ ભૂતકાળમાં તેના દાવાના ટેકામાં આ વિસ્તારમાં ચીનની પ્રવૃત્તિના સ્તર વિશે છે. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે અમેરિકાથી વાત કરતા પ્રાધ્યાપક ફ્રાવેલે ચિંતા પણ વ્યક્ત કરી કે પૂર્વવત્ સ્થિતિ ક્યારેય પૂર્ણ રીતે પુનઃસ્થાપિત નહીં થઈ શકે કારણકે બંને પક્ષોએ સંમત થવું પડશે કે હકીકતે પહેલાં શું હતું. ભારતના ટેકામાં અમેરિકાનાં નિવેદનો વિશે પૂછાતાં પ્રાધ્યાપક ફ્રાવેલે કહ્યું કે એ ખબર નથી કે જો સીમા પર સ્થિતિ વધુ વણસશે તો અમેરિકા કેટલી હદે સંડોવાશે અને ભારતે પણ નક્કી કરવું પડશે કે તે અમેરિકા સાથે વધુ નજીકથી જોડાવા માગે છે કે કેમ.

ો
ગલવાન પર ચીનનો દાવો નવો નથી- એમઆઈટી પ્રાધ્યાપક

By

Published : Jul 12, 2020, 9:48 PM IST

ગલવાન પર ચીનનો દાવો નવો નથી- એમઆઈટી પ્રાધ્યાપક

'પૂર્વવત્ સ્થિતિ પૂરી રીતે પુનઃસ્થાપિત થઈ શકશે કે કેમ તે સ્પષ્ટ નથી'

ચીનની વિદેશ અને સુરક્ષા નીતિઓ પર વિદ્વાન પ્રાધ્યાપક ફ્રાવેલ 'એક્ટિવ ડીફેન્સ: ચાઇનાસ મિલિટરી સ્ટ્રેટેજી સિન્સ ૧૯૪૯' પુસ્તકના લેખક છે. રશિયાનાં પોતાનાં ચીન સાથેનાં સમીકરણો અને ભારત સાથે સંરક્ષણ સંબંધોના સંદર્ભમાં, જો સંઘર્ષ થાય તો રશિયાની કેવી ભૂમિકા રહેશે તે અંગે ફ્રાવેલે યાદ અપાવ્યું હતું કે મહા સત્તાઓને સાંકળતા વિવાદોમાં રશિયાએ બંને સાથે અગત્યના સંબંધો હોવાથી તટસ્થ રહેવાનું પસંદ કર્યું છે. પ્રાધ્યાપક ફ્રાવેલ માને છે કે ચીન હવે શાંતિનો સુર બોલી રહ્યું છે કારણકે તે ભારત સાથે સંબંધો વધુ બગાડવા ઈચ્છતું નથી કારણકે તેના અમેરિકા સાથે જટિલ સંબંધો બગડ્યા છે. જોકે તેમણે ચેતવણી આપી હતી કે ભારતને ઉશ્કેરવા ભૂતાન અને નેપાળ જેવા તેના પડોશી દેશો સાથે સીમા વિવાદ ઉઠાવશે તે બાબતે ભારતે તૈયાર રહેવું પડશે.

ગલવાન પર ચીનનો દાવો નવો નથી- એમઆઈટી પ્રાધ્યાપક

————————————————-

પ્ર- ભારત અને ચીન એલએસી ખાતે તણાવ ઘટાડી રહ્યા છે - ચોકીનાં સ્થળો ૧૪, ૧૫ અને ૧૭ પર હવે ધીમા સૈન્ય ઘટાડાનું કાર્ય પૂરું થઈ ગયું છે. પેંગોંગ સો પર હવે બધાનું ધ્યાન રહેશે. રાજકીય સૂત્રો પણ કામે લાગ્યાં છે. બે એસઆર (વિશેષ પ્રતિનિધિઓ)એ વાત કરી છે. પહેલાં તો, ઘૂસણખારી થઈ છે તે વિશે તમારી શી સમજ છે?

જ- તેનો જવાબ આપવો સરળ નથી કારણકે કેટલીક રીતે, આપણે વિવિધ સરકારી સૂતરો પરથી ભારતીય સમાચાર અહેવાલો પર આધારિત છીએ અને ઉપગ્રહની તસવીરો દ્વારા કેટલાક લોકો અવલોકન કરી શક્યા હતા તેમના પર આધારિત છીએ. જે તેને વધુ જટિલ બનાવે છે તે એ છે કે વાસ્તવિક અંકુશ રેખા (એલએસી)ને વાસ્તવિક સીમા તરીકે ભલે સ્વીકારી લેવાઈ હોય જેના પરથી ચીન ભારતીય પ્રદેશમાં ઘૂસી આવ્યું છે કે નહીં અથવા ચીનની દૃષ્ટિએ ભારત તેની સીમામાં ઘૂસી આવ્યું છે કે નહીં તે કોઈ જાણી શકે. પરંતુ મેદાન પર ખરેખર કોઈ એલએસી નથઈ જેનો ઉપયોગ આપણે સમમિતિની રીતે કરી શકીએ. પરંતુ એવું લાગે છે કે ગલવાન ખીણ, હૉટ સ્પ્રિંગ અને પેંગોંગ તળાવ એમ ઓછામાં ત્રણ વિસ્તારોમાં, કદાચ વધુ પણ હોઈ શકે, જ્યાં ચીને જેને એલએસી તરીકે જોવામાં આવે છે તેનાથી આગળ આવવાના પ્રયાસો કર્યા છે અને ઓછામાં ઓછામાં બે વિસ્તારોમાં અથવા ચીનમાં કદાચ ત્રણમાં ભારત જેને એલએસી તરીકે જુએ છે તેનાથી તો તે ચોક્કસ આગળ આવ્યું જ છે. પેંગોંગ તળાવમાં ફિંગર ૪ અને ફિંગર આઠ વચ્ચે આ વિસ્તારમાં અસ્પષ્ટતા છે. ભારત ફિંગર ૮ ને એલએસી તરીકે જુએ છે જ્યારે ચીન ફિંગર ૪ને જુએ છે. ગલવાન ખીણમાં તે વધુ જટિલ થઈ ગયું છે પરંતુ મૂળભૂત રીતે ગલવાન નદી શ્યામને મળે છે તે પહેલાં આ વળાંકમાં તેને જોવામાં આવે છે. ભારતનો દૃષ્ટિકોણ કદાચ એવો છે કે એલએસી વળાંકની આસપાસ વિસ્તારમાં નૈઋત્યમાં એક કિલોમીટરે એલએસી છે અને ચીનનો દૃષ્ટિકોણ એવો છે કે તે વળાંકની આસપાસ જ એલએસી છે. તમારે ભારતની દૃષ્ટિએ ચીને આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી છે તેમ કહેવું પડે. જે કંઈ થઈ રહ્યું છે તે અંગે તેનાં માધ્યમોમાં ચીન વધુ મૌન છે. ચીન ખરો પડકાર છે પરંતુ આપણી પાસે સારી એવી માહિતી છે કે જ્યાં તેઓ એલએસી માને છે તેનાથી આગળ તેઓ આવ્યા હતા.

પ્ર- ગલવાન પર ચીનના સાર્વભૌમત્વના દાવાને તમે કેવી રીતે જુઓ છો? કુદરતી સંસાધનોના મંત્રાલય હેઠળ ચીનના નેશનલ પ્લેટફૉર્મ ફૉર કૉમન જીયોસ્પેશલ ઇન્ફૉર્મેશન સર્વિસિસમાંથી આ નકશો આવેલો છે - તેનું તમે કેવી રીતે અર્થઘટન કરો છો?

જ-મારું આકલન હવે એ છે કે સૌથી તાજા નકશા પરથી હું જે ઓળખવામાં સફળ થયો છું તેના આધારે ગલવાન ખીણ પર ચીનનો દાવો બદલાયો નથી. ચીને મોટા ભાગની ગલવાન ખીણ પર હંમેશાં દાવો કર્યો છે જે ગલવાન નદીના વળાંક આસપાસ છે. ગલવાન નદી શ્યોક નદીને મળે છે. ગલવાન નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને તેના પર માત્ર છેલ્લા પાંચ કિલોમીટર છે. પરંતુ બાકીની ગલવાન ખીણ પર ચીને હંમેશાં દાવો કર્યો છે. અત્યારે જ્યાં તણાવ ચાલી રહ્યો છે ત્યાંથી ૪૦ કિમી ગલવાન ખીણના અલગ-અલગ ભાગ ૧૯૬૨ના યુદ્ધમાં અગ્ર રીતે ચર્ચામાં આવ્યા હતા. ચીનની સરકારી વેબસાઇટ પરથી હું જે નકશો ઓળખી શક્યો છું તેમાં ચીનનો દાવો ગલવાન નદી જ્યાંથી વળે છે ત્યાંથી અંદાજે છેલ્લા પાંચ કિમી આગળ વિસ્તાર પર ચીનનો દાવો દેખાય છે પરંતુ નકશામાં જે નોધવાનું અગત્યનું છે તે ચીની ભાષામાં બે અક્ષરો છે જેનો અનુવાદ કાં તો ખાડી અથવા નદીનું મુખ થાય છે. જો તમે ચીનનાં નિવેદનો જોશો તો તેમણે આ ખાડી પર ઘણું ધ્યાન આપ્યું છે. આથી જ્યારે ચીન ગલવાન ખીણ કહે અને ભારત ગલવાન ખીણ કહે ત્યારે મને બરાબર ખાતરી નથી કે તેઓ એક જ વિસ્તારની વાત કરી રહ્યા છે કે કેમ અને તેનાથી જ ગેરસમજ થાય છે.

પ્ર- તમારું આકલન છે કે ગલવાન પર ચીનનો દાવો નવો નથી અથવા તો આધારભૂત યુક્તિપૂર્વકનું પરિવર્તન છે?

જ- ચીનના દાવામાં કંઈ પરિવર્તન લાગતું નથી જેમ કે તે શ્યોકથઈ પશ્ચિમે પાંચ કિમી ચાલ્યું ગયું. તે વળાંક પર રહ્યું. વિસ્તારમાં ચીનની હાજરી અંગે અલગ દાવો છે. મને એ સ્પષ્ટ નથી કે ચીને તેના દાવાને કેટલી વાર ચોકી કરી. ઘણા ભારતીય અહેવાલો દર્શાવે છે કે ચીનની હાજરી નવી છે અને આ રીતે ચેતવણીરૂપ છે. આથી નકશા પર દોરાયેલા દાવા અને તે દાવાના સમર્થનમાં પ્રવૃત્તિના સ્તર વચ્ચે ભેદ કરવો જરૂરી છે. પરંતુ હું માનું છું કે ચીનનાં નિવેદનો અને આ નકશો અને કેટલાક અન્યો તેમજ એ પણ તેમના દૃષ્ટિકોણથી ખૂબ જ સ્પષ્ટ છે, ગલવાન ખીણ જ્યાં સમાપ્ત થાય છે તે નદીના વળાંક અને ત્યાંથી તે આગળ જતી નથી. તેમનાં અન્ય નિવેદનોનો કોઈ અર્થ નથી, ખાસ કરીને ૬ જૂને આવેલા નિવેદનનો- જેમાં સેના હટાવવાની યોજના હતી- જોકે તે પડી ભાંગ્યું, ચીન કહે છે કે બંને પક્ષો ખાડી અથવા નદીના મુખની બંને બાજુ ચોકી બનાવવા સંમત થયા હતા. અને જો કોઈ એમ વિચારે કે વળાંક કે જે આજે સૈન્ય હટાવવાનું સ્થળ છે ત્યાં શું થઈ રહ્યું છે તે વિચારે તો તે અર્થપૂર્ણ છે. કોઈક રીતે તે નદીની સાથે એક કિલોમીટર સુધી નીચે જાય છે કારણકે ભારતનો દૃષ્ટિકોણ એવો છે કે એલએસી ચીન જેને તેની બાજુ માને છે તેની પૂર્વે એક કિલોમીટર સુધી એલએસી આવે છે.

પ્ર-ગલવાન હિંસા પછી સર્વપક્ષીય બેઠક થઈ હતી. તે પછી વડા પ્રધાને ટેલિવિઝન પર કરેલી શરૂઆતની ટીપ્પણીના પગલે ચીને તેને પોતાના વલણને ઉચિત ગણાવી હતી, તો મતને શું લાગે છે કે આ નિવેદનો નુકસાનકર્તા હતા અથવા મૂંઝવણ સર્જનારાં હતાં?

જ- તેનાથી ઘણી મૂંઝવણ થઈ જે એ હકીકત દ્વારા બગડ્યા કે જોકે એલએસી જે કંઈ થઈ રહ્યું છે તેમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે પરંતુ આપણને જરૂરી નથી કે ખબર હોય કે ખરેખર શું છે. પછી જો તમે સીમાનું ઉલ્લંઘન થયું છે કે નહીં તે વિશે તારણ કાઢવા પ્રયાસ કરો તો તમારે એ જાણવું જોઈએ કે નિર્ણય કરવા માટે રેખા ત્યાં હતી કે નહીં. પરંતુ ચીન વળાંકથી આગળ ક્યારેય આગળ વધ્યું નથી અને તેમના દાવાની આ જ હદ છે. આથી વડા પ્રધાન જે કહે છે તે યોગ્ય છે તેમ સમજી શકાય. પરંતુ બીજી બાજુ, તેનાથી ચીનના રાજદ્વારીઓ અને પ્રણાલિ માટે વાતચીતનો ઘણો મસાલો મળી ગયો. બે રાત્રિ પહેલાં સીસીટીએન પર 'ટૂડેસ ફૉકસ' નામના શૉ પર અડધી કલાકની ચર્ચા હતી. તેમાં તેમણે આ પરિસ્થિતિ વિશે એક ક્લિપ ચલાવી અને તેમાં વડા પ્રધાન મોદીની એ ટીપ્પણી બતાવી જેમાં કહ્યું છે કે હકીકતે ચીને ભારતીય સીમાનું ઉલ્લંઘન કર્યું નથી. એનો અર્થ એ થયો કે તેઓ તેમના દાવાની રેખાથી આગળ આવ્યા નથી.

પ્ર- બફર ઝૉન વિશે ઘણી મૂંઝવણ છે- શું તેને બદલી નખાયું કે ભારતે તેને ગુમાવી દીધું છે?

જ- સમાચાર અહેવાલો પરથી હું સમજું છું કે બંને પક્ષો સંમત થયા હતા, હું માનું છું કે ૧.૫ કિમી પાછા જવા માટે. મહત્ત્વનો પ્રશ્ન એ છે કે તેઓ ક્યાંથી પાછા હટી રહ્યા છે. શું તેઓ એ જગ્યાએથી પાછા હટી રહ્યા છે જેને ભારત એલએસી માને છે કે તેઓ ચીનના દૃષ્ટિકોણવાળી એલએસીથી પાછા હટી રહ્યા છે. ખરેખર તો ગલવાન ખીણના સંદર્ભમાં. ભારત એમ માને છે કે તે વધુ પાછું હટી રહ્યું છે, જો તે એલએસીથી પાછું હટી રહ્યું હોય તો. પરંતુ બફર ઝૉન એ સારો વિચાર છે. અગાઉની સૈન્ય હટાવવાની યોજનાનનો અમલ કરવાનો પ્રયાસ પડી ભાંગ્યો કારણકે સૈન્ય દળો એકબીજાની નજીક આવી ગયા. ત્યાં કોણે હોવું જોઈએ તે અંગે મૂંઝવણ હતી. ખરી વિગતો પૂરેપૂરી સમજવી ઘણી અઘરી છે. મૂળભૂત રીતે ત્રણ કિમીના પટ્ટામાં બંને તરફથી ચોકીને અનુમતિ નહીં આપીને મેદાન પર કંઈક યુક્તિપૂર્વકની જગ્યા ઊભી થશે તેવી આશા છે જેથી આ મુદ્દાઓનો રાજદ્વારી અને રાજકીય સ્તરે ઉકેલ લાવવા અવકાશ રહે.

પ્ર- બંને વિશેષ પ્રતિનિધિઓએ વાત કરી, જેમાં ભારતે પૂર્વવત્ સ્થિતિ ચુસ્ત રીતે પાલન કરવા કહ્યું જ્યારે ચીને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવાની અને ગલવાન સંઘર્ષ માટે ભારતીય સૈનિકો પર દોષારોપણ કર્યું. પૂર્વ એનએસે એસ. એસ. મેનને કહ્યું કે નિવેદનોમાં પૂર્વવત્ સ્થિતિ પુનઃ સ્થાપવાની વાત ગાયબ છે. શું આ ચિંતાની બાબત છે અને એપ્રિલમાં જેવી સ્થિતિ હતી તેને પુનઃ સ્થાપિત કરવા કેટલો સમય લાગી શકે છે?

જ- મને સ્પષ્ટ નથી કે પૂર્વવત્ સ્થિતિ ફરીથી પૂરી રીતે સ્થાપિત થઈ શકશે કે કેમ. એ પણ સંપૂર્ણ સ્પષ્ટ નથી કે પૂર્વવત્ સ્થિતિ શું હતી? પેંગોંગ વિસ્તારમાં એ વધુ સ્પષ્ટ છે જ્યાં ચીન ફિંગર ૪ને સંપૂર્ણ રીતે કબજે કરવાના પ્રયાસમાં જણાતું હતું અને ત્યાં આંતરમાળખું બનાવવા જણાતું હતું. આથી પૂર્વવત્ સ્થિતિ તે આંતરમાળખાને દૂર કરવા અને ચીનની હાજરી દૂર કરવાની વાત છે. ગલવાન વિસ્તારમાં પૂર્વવત્ સ્થિતિ એ છે કે ચીન જે રીતે ચોકી કરતું રહ્યું છે તે રીતે ચોકી ન કરે અથવા શું ભારત તેને જુએ છે તે રીતે એલએસી રહે છે. જો તમે પૂર્વવત્ સ્થિતિ પુનઃસ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરો તો તમારે એ સ્પષ્ટ હોવું જોઈએ કે તમે શું પુનઃસ્થાપિત કરી રહ્યા છો. આ એવી બાબત હશે જેના પર બંને પક્ષો સંમત થશે. આ વાત નિવેદનોમાં ચોક્કસ જ નથી પરંતુ કદાચ આપણે એમ સમજી શકીએ કે ઓછામાં ઓછું પહેલું પગથિયું એ છે કે જો તમે સૈન્ય દળો પાછા હટાવવા પ્રયાસ કરી રહ્યા હો જેથી જમીન પર તણાવ વધે નહીં, તો તમારે પહેલી અને સર્વપ્રથમ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી નથી. ચીનના નિવેદનમાં પરિસ્થિતિ સાચી અને ખોટી શું છે તેનો કોઈ સંદર્ભ નથી. પરંતુ મારી દૃષ્ટિએ, એ ખૂબ જ રાહતની વાત છે કે ચીન તેના દાવા પર મક્કમ રહ્યું. પરંતુ બાકીનું નિવેદન, હું માનું છું કે એ વાત પર કેન્દ્રિત રહ્યું કે ચીન અને ભારત વચ્ચે આ બધું થયા પહેલાં જે રીતે સંબંધ હતા તેને પુનઃસ્થાપિત કરવા. સાથે સંયુક્ત રીતે કામ કરવું, વિકાસ અને પુનરુદ્ધાર વિશે કરવી જે ખરેખર આનંદદાયક વાત હતી, જેને હું સસ્તી મંત્રણા તરીકે નકારી કાઢતો નથી. તેનાથી એ સંકેત મળે છે કે ચીન આને હવે વધુ આગળ વધારવા માગતું નથી કારણકે તેને ખબર પડી ગઈ છે કે જ્યારે તેના સંબંધો અમેરિકા સાથે બગડી જ ગયા છે તેવા સમયે ભારત સાથે સંબંધ વધુ બગડે તેમાં જોખમ છે.

પ્ર- અમેરિકાના વિદેશ પ્રધાન પૉમ્પિયોએ કહ્યું છે કે તેમણે વિદેશ પ્રધાન જયશંકર સાથે થોડી વાર વાત કરી છે. અમેરિકાનાં નિવેદનો એ વાતનું પ્રતિબિંબ છે કે તેના પોતાના ચીન સાથેના સંબંધો વણસ્યા છે. પરંતુ જો સ્થિતિ વણસે તો કેટલી હદ સુધી અમેરિકા આ નિવેદન સિવાય સંઘર્ષમાં સંડોવા ઈચ્છુક ખરેખર છે?

જ-છેલ્લા છ મહિનામાં અમેરિકાના વિદેશ પ્રધાને ચીન પર જે ધ્યાન આપ્યું છે તેને જોતાં તેમજ ચીન સાથે અમેરિકાની વ્યૂહાત્મક સ્પર્ધાના સંદર્ભમાં વધુ વ્યાપક રીતે, તેમણે ભારત વિશે જે કહ્યું છે તે આશ્ચર્યજનક નથી. પરંતુ ખરો પ્રશ્ન એ છે કે તેનાથી અમેરિકાના વર્તનમાં ખરેખર કોઈ આધારભૂત પરિવર્તન આવશે અથવા જો ચીન સાથે સંબંધો વણસશે તો ભારતને ટેકો આપશે? હું નિશ્ચિત નથી, અમેરિકાના વિદેશ પ્રધાન માટે તે ચીનના અતિક્રમણ તરીકે જુએ છે કે ખરાબ વર્તન તરીકે જુએ છે તેને દર્શાવવું ખૂબ જ સરળ છે પછી તે ભારતને સાંકળતી બાબત હોય કે અન્ય કોઈ દેશની. અમેરિકા કેટલી હદે સંડોવાશે તેનો આધાર સંખ્યાબંધ વિવિધ પરિબળો પર છે. પહેલું તો સરહદે કેટલા સ્તરે પરિસ્થિતિ વણસે છે. બીજું, અમેરિકા સંડોવાય તે માટે ભારતની ઈચ્છા. અહીં ભારત સામે પેચીદી પસંદગી છે. ઓછામાં ઓછું ટ્રમ્પ સરકારમાં અને વ્યૂહાત્મક સ્પર્ધા પર ભારત જેને અનેક લોકો વ્યૂહાત્મક સંઘર્ષ તરીકે વધુ જુએ છે અમેરિકા-ચીનના સંબંધો ખૂબ જ ઝડપથી ખરેખર બગડી ગયા છે. આથી ભારતે પોતાને પૂછવાનું છે કે તે ચીન સામે અમેરિકાના આ વલણનો ભાગ પૂરેપૂરો બનવા માગે છે કે કેમ. તે કદાચ થઈ શકે જો અમેરિકા ભારતને વધુ મોટું સમર્થન આપવાનું નક્કી કરે. તેનો સરળ જવાબ નથી કે ભારત માટે આગળ વધવાનું શ્રેષ્ઠ પગલું શું હોઈ શકે. પરંતુ એ સ્પષ્ટ છે કે ભારત અને અમેરિકા વચ્ચે તેમના સંબંધો સુધારવા માટે અહીં એક દરવાજો ખુલે છે. બંને દેશો માટે ચીન જે પડકારો સર્જે છે તેના પર બંનેનું વહેંચાયેલું (શૅર્ડ) ધ્યાન છે. અને સીમા પર જો તણાવ ન વધે તો અમેરિકા અને ભારત આગળ વધવા માટે વિવિધ ક્ષેત્રોમાં સહકાર આપી શકે તે કયા રસ્તા છે તે વિચારવાનું ખુલ્લું છે.

પ્ર- સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે વિક્ટરી દિવસ પરેડ માટે મૉસ્કોની મુસાફરી કરી હતી. ભારતે હવે રશિયા પાસેથી નવાં શસ્ત્રો અને હથિયારોનો આદેશ આપ્યો છે. રશિયાનાં ચીન સાથે પોતાનાં પરિમાણો જોતાં શું તમે જુઓ છો કે તે આ ચીન-ભારત સંઘર્ષમાં કઈ ભૂમિકા ભજવશે? અને ભારત દ્વારા એસ૪૦૦એસની ખરીદી પર સીએએટીએસએ હેઠળ અમેરિકાના પ્રતિબંધોનો છાયો પણ હજુ છે.

જ- સૈન્યના દૃષ્ટિકોણથી, રશિયા એ અર્થમાં ભારતનું અગત્યનું ભાગીદાર છે કે તે ભારતના આધુનિક શસ્ત્રોનો સ્રોત છે. પછી તે વાયુ સંરક્ષણ પ્રણાલિઓ હોય, લડાયક વિમાનો હોય અને ચોક્કસ મંચો જે ભારત-ચીન સરહદ માટે પ્રાસંગિક હશે. તે બીજાં ક્ષેત્રોમાં અમેરિકા જે પૂરું પાડી રહ્યું છે તેની સામે કેટલીક રીતે વિરુદ્ધ છે. પરંતુ ચોક્કસ, રશિયાએ આગ આવીને ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવવાની છે. સીમાના પોતાના જ સંદર્ભમાં, રશિયા-ભારત-ચીન વચ્ચે ત્રિસ્તરીય બેઠકમાં રશખિયાએ કંઈક એવો સંકેત આપ્યો હતો કે તે આનો ભાગ બનવા માગતું નથી. તે સંકળાવા માગતુ નથી. રશિયા બંને બાજુ રહેવા માગે છે. તે ભારતને ઘણાં શસ્ત્રો વેચવાનું ચાલુ રાખવા માગે છે જે રશિયાના સંરક્ષણ ઉદ્યોગને સહાય કરે છે. બીજી બાજુ રશિયા અને ચીન વચ્ચે મજબૂત સંબંધો છે જે અમેરિકાની સામે સંતુલન કરવાના તેમનાં સામાન્ય હિતો વહેંચવાના કારણે બનેલા છે. હું નથી માનતો કે ચીન-ભારત સીમા મુદ્દે રશિયા કોઈ જોખમ લે, કારણકે તેમાં તેનું કોઈ મજબૂત હિત કે હિસ્સો નથી. અહીં ૧૯૬૨ સાથે રસપ્રદ સરખામણી છે, જોકે તે બીજી દિશામાં છે. ૧૯૬૨ના યુદ્ધ પહેલાં ચીનનું એક તારણ એ હતું કે સોવિયેત સંઘ ભારત સામે ચીનને પૂરતી સહાય કરવા ઈચ્છુક નથી. રશિયાએ તટસ્થ સ્થિતિ લેવાનો પ્રયાસ કર્યો હતો. આથી, ઇતિહાસની રીતે જોઈએ તો, બંને મહા સત્તાઓ વચ્ચે વિવાદમાં સંકળાવવામાં રશિયાને કોઈ રસ નથી કારણકે બંને દેશો સાથે તેના અગત્યના સંબંધો છએ.

પ્ર- પરંતુ શું ભારત રશિયાને શસ્ત્રોના વધુ આદેશ આપશે તેનાથી અમેરિકાનું હૈયું નહીં બળે?

જ- તે તમે કરી શકો તે સંરક્ષણ સહકાર પર મોટી મર્યાદાનું પ્રતિબિંબ છે. મને નથી લાગતું કે અમેરિકામાં કોઈ ભારતને, તેના અમેરિકા સાથે ગાઢ બની રહેલા સંબંધોના બદલે રશિયા સાથે હથિયારના સંબંધો કાપી નાખવા કહે. પરંતુ તેમાં એ વાત પર ભાર જરૂર છે કે તે બહુ જટિલ સંબંધો છે અને અમેરિકા-રશિયાના સંબંધો બગડે છે જેની અમેરિકા ભારત સાથે જે કરવા ઈચ્છે તેના પર પણ પડી શકે છે. ભારત-અમેરિકા સહકાર અન્ય ક્ષેત્રોમાં જણાય છે જ્યાં રશિયા કોઈ મોટી ભૂમિકા નથી ભજવી રહ્યું. પછી તે પરિવહન વિમાન પ્રણાલિ હોય, ગુપ્તચર માહિતીનું આદાનપ્રદાન હોય. સુરક્ષા સંબંધો વ્યાપક છે અને અમેરિકા-ભારત વચ્ચે સહકાર કેટલીક હદે વધારવા માટે ઘણી જગ્યા છે. પરંતુ જો ભારતને ચિંતા હોય કે તે તેની વાયુ સંરક્ષણ પ્રણાલિ સુધારવા માગે છે તો તે તરત જ રશિયા તરફ વળશે. અમેરિકા પાસે તે વેચી શકે તેવી વાયુ સંરક્ષણ પ્રણાલિ નથી કારણકે અમેરિકાને બંને બાજુ બે સમુ્દ્રો છે અને સૈન્ય દૃશઅટિકોણથી આપણી ઉત્તરે અને દક્ષિણે પ્રમાણમાં નાના દેશો છે તેથી તેને કુદરતી જ આશીર્વાદરૂપ ભૌગોલિક પરિસ્થિતિ મળી છે જેના લીધે તેને પોતાની વાયુ સીમાની રક્ષાની ચિંતા નથી. એટલે જ્યાં સુધી અમેરિકા એવું આકલન કરે છે કે રશિયા પાસેથી શસ્ત્રોની ખરીદી ારતને ચીન સામે મજબૂત પ્રતિરોધ સર્જવામાં મદદ કરશે તે અન્ય ક્ષેત્રોમાં મજબૂત સંબંધોના રસ્તામાં તેને આડશ નહીં બનવા દે. પરંતુ તે ભારતે આ ક્ષણે પોતાને ચોક્કસ રીતે જુએ છે તે નાજુક ભૂરાજકીય નૃત્ય કરવાની વાત પર ભાર જરૂર મૂકે છે.

પ્રૃ અત્યારે ઉપગ્રહની તસવીરોનું યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં અલગઅલગ અર્થઘટનો થઈ રહ્યાં છે. એલેસી પર સૈન્યના જમાવડાનાં સંદર્ભમાં તમે તસવીરોને કેટલી ચિંતાજનક માનો છો? અને તેમાં એ ઉમેરો કે ચીન ભારતના પડોશમાં નવા સીમાવિવાદો સર્જી રહ્યું છે. દા.ત. ભૂતાન સાથે પૂર્વીય ક્ષેત્રમાં સેતકાંગ અભયારણ્ય પર દાવો કરવો જેણે ભૂતાનને આશ્ચર્યમાં મૂકી દીધું છે પરંતુ તેણે દાવાને મજબૂત રીતે નકારી કાઢ્યો છે. શઉં ભારતે ચીન આવનારા દિવસોમાં નવા મોરચા ખોલશે તે માટે તૈયાર રહેવું પડશે?

જ- તેણે ૧૯૮૦ના દાયકામાં ચર્યાયેલો હોઈ શકે અને પછી ચીને તેને પડતો મૂક્યો હોય જેથી ભૂતાન કદાચ આગળ જઈ શકે અને ૧૯૯૦ના દાયકામાં ચીન સાથે તેણે સીમા સમજૂતી કરી હોય તેવા આ પ્રમાણમાં વિશાળ વિસ્તારના મુદ્દાને ઉઠાવ્યો છે. જેના પરથી એવું જણાય છે કે આ ચીન દ્વારા ભારત અને ભૂતાન વચ્ચે તિરાડ પાડવાનો પ્રયાસ છે. પરંતુ વ્યાપક વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ચીન માટે આ ક્ષણે મુખ્ય ચિંતાનો વિષય ભારત નથી. તે અમેરિકા છે. અમેરકિા સાથે ચીનના સંબંધો સૌથી અગત્યના દ્વિપક્ષીય સંબંધો છે જેની મોટી અસર ચીનના તેના પોતાના ઉદ્દેશ્યો પૂરા કરવા પર પડશે. ઐતિહાસિક રીતે ચીને ભારત સાથેના તેના સંબંધોને મહત્ત્વના તરીકે જોયા છે પરંતુ અમેરિકાની જેમ અન્યો સાથે છે તેટલા મહત્ત્વના નહીં. પરંતુ તેનો અર્થ એ થાય છે કે ચીન સીમા પર તેની મજબૂત સ્થિતિ જાળવી રાખવા માગે છે, તે ભારતને ફાયદો કરતા અટકાવવા માગે છે, ખાસ કરીને પશ્ચિમી ક્ષેત્રમા. ભારતને તેની સ્થિતિ મજબૂત કરવા માગે છે. તેનું કારણ તિબેટને શિનજિયાંગ અને બાકીના ચીન સાથે જોડતા રસ્તા આસપાસની ઐતિહાસિક સંવેદનશીલતા છે. આથી ચીન અનેક સંસાધનો ફાળવવા માગતું નથી અને અમેરિકા સાથેના તેના સંબંધોના ભોગે ભારત સાથે તેના સંબંધોને સંભાળવામાં બહુ પડવા માગતું નથી. વિદેશ પ્રધાન વાંગ યીએ ઘણું લાંબું ભાષણ આપ્યું જે એ મુદ્દા પર ભાર મૂકે છે કે આ જ વાત છે જેના પર ચીનનું રાજદ્વારી અને વ્યૂહાત્મક ધ્યાન કેન્દ્રિત છે. આનો અર્થ એથાય કે વિવિધ વિસ્તાર- પછી તે ભૂતાન હોય કે નેપાળ, તેમાં ચીન ભારતને ઘેરવા પ્રયાસ કરતું તમે જોશો પરંતુ તે એ હદે કે જેનાથી સરહદ પર ચીનની સ્થિતિ મજબૂત થાય જેના લીધે તે અમેરિકા સાથેના તેના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

-સ્મિતા શર્મા

ABOUT THE AUTHOR

...view details