ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીની એરફોર્સે લદ્દાખ નજીક પેટ્રોલિંગ વધાર્યું, ભારતે લડાકુ વિમાન મોકલ્યા - ભારત સીમા રેખા

ઉત્તરી સિક્કિમમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ચીન સીમા પાસે ચીની હેલીકોપ્ટરો જોવા મળ્યા હતા. ત્યારબાદ ભારતીય વાયુ સેનાના લડાકુ વિમાનોએ આ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યુ હતું.

ચીની એરફોર્સે લદ્દાખ નજીક પેટ્રોલિંગ વધાર્યું, ભારતે લડાકુ વિમાન મોકલ્યા
ચીની એરફોર્સે લદ્દાખ નજીક પેટ્રોલિંગ વધાર્યું, ભારતે લડાકુ વિમાન મોકલ્યા

By

Published : May 12, 2020, 1:04 PM IST

નવી દિલ્હી : ઉત્તરી સિક્કિમમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપી બાદ આજે મંગળવારે ભારત ચીન સીમા રેખા પાસે ચીનના હેલીકોપ્ટરો જોવા મળ્યા હતા. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ સીમા પાસે તેના લડાકુ વિમાનોને પણ મોકલ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચીની સેનાના હેલિકોપ્ટર સીમા રેખા પાસે નજીકથી ઉડતા જોવા મળ્યા હતા, ત્યારબાદ ભારતીય વાયુસેનાએ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યુ હતું.

ઉલ્લેખનિય છે કે, રવિવારે પૂર્વી લડાખ અને ઉત્તર સિક્કિમના નાકૂ લા દર્રેની પાસે ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઇ હતી, જેમાં બંને પક્ષના કેટલાક સૈનિકો ઘાયલ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details