નવી દિલ્હીઃ રોગચાળાના અંધકારની વચ્ચે, પૃથ્વી ગ્રહ માટે તે પોતાને જાળવે અને પોતાને સાજી કરે તેની આશા જાગી છે, તેમ સંયુક્ત રાષ્ટ્રોના પર્યાવરણ કાર્યક્રમના પૂર્વ કાર્યકારી નિર્દેશક એરિક સૉલ્હૈમે કહ્યું હતું. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે વાતચીતમાં, સંયુક્ત રાષ્ટ્રોના પૂર્વ અંડર સેક્રેટરી જનરલે કહ્યું હતું કે કોરોના વાઇરસ ફાટી નીકળ્યો તે પહેલાં પૃથ્વી જેટલી હતી તેના કરતાં અત્યારે વધુ હરિયાળી છે. તેમણે સૌર અને પવન ઊર્જાને સસ્તા વિકલ્પો તરીકે ગણાવતા કહ્યું હતું કે ઇલેક્ટ્રિક કંપનીઓ કોલસાથી આ વિકલ્પો તરફ એક કારણ સાથે વળી રહ્યા છે અને ભારત તે તરફ વધુ ને વધુ વળી રહ્યું છે તે માટે તેમણે ભારતની પ્રશંસા કરી હતી.
"આપણું ઉજ્જવળ ભવિષ્ય છે. ભારતે દર્શાવ્યું છે કે તે વાઘ અને વન્યજીવનની વધુ સારી કાળજી લઈ શકે છે. વિશ્વમાં ભારતના સૌર ઊર્જાની સૌથી ઓછી કિંમત છે. ભારત પહેલો દેશ છે જેનું આસામમાં સંપૂર્ણ સૌર રેલવે મથક છે, કેરળમાં સંપૂર્ણ સૌર વિમાનમથક છે, નવી દિલ્હીમાં એક મેટ્રો મધ્ય પ્રદેશમાંથી સૌર ઊર્જાના આધેર ભવિષ્યમાં સૌર આધારિત બનશે. તો આ અનેક હકારાત્મક ચીજો છે. આપણે સંયુક્ત માનવતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ જ્યાં આપણે તમામ સમસ્યાઓ એક સાથે ઉકેલી શકીએ છીએ," તેમ સૉલ્હૈમે નૉર્વેના ઑસ્લોમાંથી બોલતા જણાવ્યું હતું.
રોગચાળો ફાટી નીકળ્યા પછી ચીનમાં વન્યજીવન અને માંસ-મચ્છી બજારો આસપાસની ચર્ચા વિશે પૂછાતાં, સૉલ્હૈમે કહ્યું હતું કે તે ચિંતાનો વિષય બની રહે છે અને ચીને તેમનું નિયમન અને નિયંત્રણ કરવું જ પડશે. "ચીને કથિત માંસ-મચ્છી બજારોનું તેઓ કરે છે તે કરતાં વધુ નિયમન અને નિયંત્રણ કરવાની જરૂર છે. તેમણે વન્ય પ્રાણીઓના સર્વ ગેરકાનૂની વેપારને અટકાવવાની જરૂર છે. આ નિર્ણયો સર્વોચ્ચ રાજકીય સ્તરે થતા હોય છે અને તેમનો અમલ કરવાની જરૂર છે. માંસ-મચ્છી બજારો માત્ર ચીનમાં જ નથી પરંતુ વિશ્વનાં અન્ય ભાગોમાં પણ હોય છે. પરંતુ ચીનમાં તેઓ ખૂબ જ લોકપ્રિય અને મોટાં છે જે ચેપનું કેન્દ્ર હોઈ શકે છે," તેમ સૉલ્હૈમે કહ્યું હતું.
"કટોકટીની બરાબર પહેલાં ચીને બે અગત્યના નિર્ણયો કર્યા જેની વૈશ્વિક અસરો છે. એક, હાથી દાંતની બધી આયાત અટકાવવાની જેની આફ્રિકાના હાથીઓ માટે જીવનને વધુ સારું બનાવવા માટે વિશાળ અસર છે. તેનું કારણ એ છે કે હાથી દાંતનું ઓછું બજાર છે. યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી કચરાની આયાત અટકાવવાનો પણ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે અમે વિશ્વની કચરાપેટી અને આ બધા કચરાની પ્રક્રિયા બનવા નથી માગતા. કૃપા કરીને તમારી કાળજી લો. ચીન પછી ભારતે પણ આવો જ નિર્ણય કર્યો અને એશિયાના વિયેતનામ તેમજ અન્ય દેશોએ પણ આવો નિર્ણય લીધો છે જેની ખૂબ જ મોટી હકારાત્મક વૈશ્વિક અસર થશે. જ્યારે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, યુરોપે તેના પોતાના કચરાની કાળજી લેવી પડશે," તેમ તેમણે ચીનના વન્યજીવન અંગે વિવાદાસ્પદ વ્યવહારના મુદ્દે ઉમેર્યું હતું.
જોકે તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચે વાઇરસના ઉદ્ભવ વિશે દોષારોપણની રમત આ વૈશ્વિક જન આરોગ્ય પડકારના સામૂહિક ઉકેલો શોધવા પરથી ધ્યાન હટાવી દેશે. "આપણા માટે જરૂરી છે કે ચીન અને અમેરિકા યુરોપ અને ભારત અને અન્ય બધા સાથે નિકટથી મળીને એકસાથે કામ કરે અને આનો ઉકેલ શોધે. હું બિલ ગેટ્સની એ વાત સાથે સંમત છું કે આ કાદવ ઊછાળ આપણને સામાન્ય ઉકેલો શોધવાથી વિચલિત કરી રહ્યો છે. આપણે તેમાંથી બહાર આવવાની જરૂર છે. માનવના ઇતિહાસમાં સર્વાધિક જીવલેણ ફ્લુ એવો સ્પેનિશ ફ્લુ અમેરિકાના કેન્સાસથી શરૂ થયો હોય તેવી પૂરી સંભાવના છે. કોઈએ એવો દાવો નથી કર્યો કે તેના માટે અમેરિકા પર દોષારોપણ કરાવું જોઈતું હતું. આથી આપણે આ કાદવ ઊછાળમાંથી બહાર નીકળવું જોઈએ અને સામાન્ય ઉકેલો શોધવા જોઈએ," તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.