ન્યૂઝ ડેસ્કઃ ફ્રાન્સથી 5 રાફેલ આવ્યા પછી ભારતે જે રીતે હિમાચલ પ્રદેશમાં યુદ્ધાભ્યાસ શરુ કર્યો છે, તેનાથી ચીનની ચિંતા વધી ગઈ છે. એલએસીના નજીક ચીનના હોતાન એરબેઝમાં વ્યસ્તતા જોવા મળી રહી છે. ભારતની આક્રમક તૈયારીઓથી ડરતા ચીને તેના હોતાન એરબેઝ પર 36 બોમ્બર વિમાન તૈનાત કર્યા છે.
ઓવરહેડ સેટેલાઇટ રિકોનિસેન્સ પ્લેટફોર્મ દ્વારા લેવાયેલી તાજેતરની તસવીરોમાં હોતાન એરબેઝમાં પાર્ક કરેલા બે PLAAF (પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ) જે -20 ફાઈટર જેટ જોવા મળી રહ્યાં છે. જે ભારત ચીનની તંગદિલીમાં વધારો થવાના સંકેત આપે છે.
લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC)થી લગભગ 130 કિમી દૂર, હોતાન ઉત્તરમાં ભારતીય સરહદથી નજીકમાં પીએલએએફના હવાઈ મથકો છે. પીએલએની પશ્ચિમી થિયેટર કમાન્ડ (WTC) હેઠળ કાર્યરત, J-10 અને J-11 ફાઈટર જેટ હોતાનમાં પહેલેથી જ સ્થિત છે. તાજેતરમાં J-8 અને J-16નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જોતાં એવું લાગી રહ્યું છે કે, ચીન ભૂમિ યુદ્ધ કરતાં હવાઈ યુદ્ધ પર વધારે ભાર આપી રહ્યું છે.
ભારતે લેહ એરપોર્ટ પર કાર્યવાહી હાથ ધરી છે. સુખોઈ -30 અને મિગ-29કે, સી-17, પી 8 રિકોનિસેન્સ એરક્રાફ્ટ, ચિનૂક અને અપાચે એટેક હેલિકોપ્ટર, અને અન્ય વિમાનોની શ્રેણીના યુએવીનો સમાવેશ કરીને એક પ્રચંડ હવાઈ કાફલો પણ તૈનાત કર્યો છે. ગલવાન ઘાટીની હિંસક અથડામણ પછી બંને પક્ષે ભારે શસ્ત્ર સરંજામ સાથે 1 લાખ કરતાં વધુ સૈનિકો જમા થયા છે.