સુરક્ષા સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, LoC પર બુધવારના રોજ પાકિસ્તાની સૈનિકો દ્વારા કરાયેલા યુદ્ધ વિરામના ભંગને કારણે એક જૂનિયર કમિશ્ડ અધિકારી શહિદ થયા હતા તેમજ એક મહિલાનું મૃત્યુ થયું હતુ. તેમણે કહ્યું કે, પાકિસ્તાન POKના અંદરના ગામોમાં તોપ અને મોર્ટાર તૈનાત કરીને ભારતની નાગરિક આબાદીને નિશાન બનાવી રહ્યું છે.
LoC પર ગોળીબારને કારણે તણાવ વધ્યો, ચીને ભારત-પાકિસ્તાનને ધૈર્ય રાખવા અપીલ કરી - loc news
બીજિંગ: LoC પર ભારત-પાકિસ્તાન વચ્ચે ગોળીબાર ચાલુ છે, ત્યારે ચીને ભારત અને પાકિસ્તાનને અપીલ કરી છે કે તણાવને રોકવા માટે ધૈર્ય રાખવામાં આવે.
loc
પાકિસ્તાનની સેનાએ ગુરૂવારના રોજ દાવો કર્યો કે, નિયંત્રણ રેખા પર ભારતીય સૈનિકો દ્વારા ઉશ્કેરણી કર્યા વગર કરાયેલી ગોળીબારમાં તેના બે સૈનિકો માર્યા ગયા હતા.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુંગે કહ્યું કે, 'ભારત અને પાકિસ્તાનના પડોશી હોવાને કારણે અમે બંને દેશોને અપીલ કરીએ છીએ કે કાર્યવાહી કરવામાં ધૈર્ય રાખો જેના કારણે તણાવ ન વધે, વાતચીત કરીને વિવાદોનું નિરાકરણ લાવો અને સંયુક્ત રુપે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાને બનાવી રાખો'