કર્ણાટક: કોરોના વાઈરસના સંકટ વચ્ચે પીવાના પાણીની અછતને દુર કરવા કર્ણાટકના મીતાબાગિલુ ગામના 6 બાળકોએ 4 દિવસમાં 12 ફુટ લાંબો કૂવો ખોદ્યો હતો. મળતી મીહિતી મુજબ, નવમા ધોરણના વિદ્યાર્થી ધનુષે શુદ્ધ પાણી મેળવવા માટે તેના માતાપિતાને પડતી હાલાકી જોઈને તેના અન્ય મિત્રો પુષ્પરાજ, પ્રસન્ન, ગુરૂરાજ, શ્રેયસ અને ભાવનીશ સાથે મળીને તેના ઘરની પાસે કૂવો ખોદવાનું નક્કી કર્યું હતું.
કોવિડ-19 કટોકટી: પીવાનું પાણી મેળવવા બાળકોએ ખોદ્યો કૂવો
કોવિડ-19 કટોકટીના પગલે તેમના માતાપિતા દ્વારા શુદ્ધ પાણીની મેળવવા માટે પડી રહેલી મુશ્કેલીઓ જોઈને કર્ણાટકના 6 બાળકોએ 12 ફૂટ લાંબો કૂવો ખોદ્યો હતો. જેમાં તેઓ સફળ થયા હતા.
કોવિડ-19 કટોકટી: પીવાનું પાણી મેળવવા બાળકોએ ખોદ્યો કૂવો
શરૂઆતમાં આ નાના બાળકોના માતા-પિતાએ વિચાર્યું કે, તેઓ રમી રહ્યા છે. જોકે, બાળકો 10 ફૂટ ખોદ્યા પછી શુદ્ધ પાણી મેળવવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ, ગામલોકો અને તેમના માતાપિતાએ બાળકોનું કાર્ય જોઇને ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કારણે 14 મૃત્યુ નિયજ્યા છે. જ્યારે 384 પોઝિટિવ કેસ નોંધાયા છે.