મધ્યપ્રદેશ : નિવાડીમાં છેલ્લાં ચાર દિવસથી બોરવેલમાં ફસાયેલા પાંચ વર્ષના પ્રહલાદનું મોત નીપજ્યું છે. બોરવેલમાંથી બહાર કાઢયા બાદ પ્રહલાદને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. નિવાડી જિલ્લાના સૈતપુરા ગામે બુધવારે સવારે બોરવેલમાં પડી ગયેલા પ્રહલાદને રવિવારે સવારે બહાર કાઢવામાં આવ્યો હતો.
સારવાર બાદ પ્રહલાદને મૃત જોહેર કર્યો
આશરે 90 કલાકની જહેમત બાદ પ્રહલાદને બોરવેલમાંથી કાઢવામાં આવ્યો હતો. જેમાં પ્રશાસન અને સેનાને સફળતા તો મળી પરંતુ પ્રહલાદને બચાવી શક્યા નહીં. પ્રહલાદને બહાર કાઢતાં જ ડોકટરેની ટીમ પ્રાથમિક સ્વસ્થ્ય કેન્દ્ર લઇ ગઇ હતી. જ્યાં તેમની સારવાર બાદ પ્રહલાદને મૃત જોહેર કર્યો હતો. મુખ્યપ્રધાન શિવરાજે પણ ટવીટ કરી પ્રાર્થના કરી હતી કે, પ્રહલાદને જલ્દીથી બહાર કાઢવામાં આવે. મુખ્યપ્રધાને ટવીટ કરીને લખ્યું હતું કે, પ્રહલાદને બચાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે સેના પણ રોકાયેલી છે.