શરૂઆતી પ્રોટોકોલ મુજબ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાંજે લગભગ 6:30 કલાકે વારાણસી આવ્યા બાદ સર્કિટ હાઉસ પહોંચશે અને સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ દર્શન માટે શ્રી કાશી વિશ્વનાથ મંદિરની પણ મુલાકાત લઈ શકે છે.
લખનૌ: CM યોગીએ લીધી શેલ્ટર હોમની મુલાકાત - Varanasi news
વારાણસી: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ શુક્રવારથી પોતાના બે દિવસીય પ્રવાસ અર્થે વારાણસી પહોંચી રહ્યા છે. શરુઆતની માહિતી મુજબ, યોગી આદિત્યનાથ સાંજે લગભગ 6:30 કલાકે વારાણસી પહોંચશે અને વારાણયી પોલીસ લાઈનથી સીધા સર્કિટ હાઉસ માટે રવાના થશે. જ્યાં તેઓ અધિકારીઓ સાથે વારાણસીમાં ચાલી રહેલા તમામ વિકાસ કાર્યો બાબતે સમીક્ષા કરશે.
ઉત્તર પ્રદેશમાં પડી રહેલી ઠંડીને કારણે યોગી આદિત્યનાથ ગુરૂવારે લખનૌના શેલ્ટર હોમનું નિરીક્ષણ કર્યું હતુ. એવું માનવામાં આવે છે કે, વડા પ્રધાન સંસદીય મત વિસ્તારમાં પણ મુખ્ય પ્રધાન શુક્રવારે રાત્રે શેલ્ટર હોમની તપાસ કરી શકે છે. જે સંદર્ભે 1 દિવસ પહેલા જ અધિકારીઓએ શેલ્ટર હોમની તપાસ કરી તમામ બાબતોને યોગ્ય હોવાનો દાવો કર્યો છે. હાલમાં મુખ્ય પ્રધાન સાંજે વારાણસી પહોંચશે અને બેઠક અને નિરીક્ષણ બાદ તેઓ સર્કિટ હાઉસમાં રાત્રિ આરામ કરશે અને શનિવારે સવારે 9:00 કલાકે ગોરખપુર જવા રવાના થશે.