નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય નાટકનો આજે અંત આવી શકે છે. મધ્યપ્રદેશમાં શિવરાજ પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જોકે હવે ખાતાની ફાળવણીને લઈને ખેંચતાણ ચાલી રહી છે.
રાજનાથ સિંહ સાથે મુલાકાત બાદ મધ્યપ્રદેશ પ્રધાન મંડળમાં વિભાગોની ફાળવણી અંગે નિર્ણય લેશે શિવરાજ - 14 પૂર્વ ધારાસભ્યોને પ્રધાન બનાવવામાં આવ્યાં
મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય નાટકનો આજે અંત આવી શકે છે. મધ્યપ્રદેશમાં શિવરાજ પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જોકે હવે ખાતાની ફાળવણીને લઈને ખેંચતાણ ચાલી રહી છે.
આ દરમિયાન મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ આજે દિલ્હી પહોંચ્યા છે. જ્યાં તેઓ રક્ષાપ્રધાન રાજનાથ સિંહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે. ત્યારબાદ મધ્યપ્રદેશમાં પ્રધાનોના ખાતાઓની ફાળવણીને લઈને નિર્ણય કરવામાં આવી શકે છે.
શિવરાજના પ્રધાન મંડળમાં સિંધિયા જૂથનું પ્રભુત્વ જણાઈ રહ્યું છે, જેથી હવે ખાતાની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે, તે અંગે સૌની નજર મંડાયેલી છે. પ્રધાન મંડળમાં જૂના અને અનુભવી ચહેરાઓને સ્થઆન આપવામાં આવ્યું નથી, પરંતુ સિંધિયા સમર્થક 14 પૂર્વ ધારાસભ્યોને પ્રધાન બનાવવામાં આવ્યા છે.