પશ્ચિમ બંગાળઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આજે માહિતી આપી હતી કે ચક્રવાતને કારણે રાજ્યમાં 72 લોકો માર્યા ગયા છે, જેમાંથી 15 લોકો કોલકાતાના છે.
ચક્રવાત અમ્ફાનના કારણે પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોતઃ મમતા બેનર્જી - મમતા બેનર્જીએ કરી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આજે માહિતી આપી હતી કે ચક્રવાતને કારણે રાજ્યમાં 72 લોકો માર્યા ગયા છે, જેમાંથી 15 લોકો કોલકાતાના છે.
ચક્રવાત અમ્ફાનના લીધે પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોતઃ મમતા બેનર્જી
બેનર્જીએ ચક્રવાત અમ્ફાનમાં માર્યા ગયેલા લોકોના પરિવારને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યની મુલાકાત લેવા અને ચક્રવાત અમ્ફાન દ્વારા થયેલા નુકસાનનું આકલન કરવા જણાવ્યું હતું.
વધુમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, 'હાલ સ્થિતિ ઠીક નથી. હું વડાપ્રધાનને મુલાકાત લેવાની વિનંતી કરું છું. હું એરિયલ સર્વે પણ કરાવીશ પણ હવામાન સુધરવાની રાહ જોઈ રહી છું.'