પૂર્વ કેન્દ્રીયપ્રધાન અને વરિષ્ઠના કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ચિદમ્બરમે જનરલ રાવતને સલાહ આપી કે, નેતાઓને શું કરવું એ આર્મી ન જણાવે.
ચિદમ્બરમે તિરૂવનંતપુરમમાં એક કાર્યક્રમમાં જવાબ આપ્યો કે, 'DGP અને આર્મી જનરલોને સરકારને સમર્થન કરવાનું કહેવામાં આવે છે, જે ખૂબ શર્મસાર છે. હું જનરલ રાવતને અપીલ કરૂં છું કે, તે સેના પ્રમુખ છે. પોતાનું કામ કરે. એ જણાવવું તમારૂં કામ નથી કે, નેતાઓને શું કરવું જોઈએ, જેમ કે એ અમારૂં કામ નથી કે, અમે તમને જણાવીએ કે યુદ્ધ કેવી રીતે લડવું જોઈએ.'
જનરલ બિપિન રાવતે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હિંસા માટે મોટી સંખ્યામાં ભીડને ઉશ્કેરવું અને જગાડવું એ નેતૃત્વ નથી. માટે સમગ્ર રૂપે નૈતૃત્વ કરવું અઘરૂં છે, જો તમે આગળ વધો છો તો દરેક લોકો તમને ફોલો કરશે. આ જોવામાં સામાન્ય લાગે છે, પરંતુ આ ખૂબ મુશ્કેલ કામ છે. ભીડ વચ્ચે આપણે એક નેતા મળશે, પરંતુ નેતા એ હોય છે જે સાચી દિશામાં લોકોનું નૈતૃત્વ કરે.
સમગ્ર દેશમાં નાગરિક્તા સંશોધન કાયદાને લઇને આંદોલન દરમિયાન હિંસા અંગે અપ્રત્યક્ષ રીતે ઈશોરો કરીને જનરલ રાવતે કહ્યું કે, 'નેતા એ નથી જે અનુચિત દિશામાં લોકોનું નૈતૃત્વ કરે, જેવું આપણે મોટી સંખ્યામાં વિશ્વવિદ્યાલયો અને કોલેજના વિદ્યાર્થીઓમાં જોયું છે. તે ભીડ આપણા શહેર અને નગરમાં હિંસા અને આગ લગાવવા માટે નૈતૃત્વ કરી રહ્યા છે.'
कर रहे हैं.'