છત્તીસગઢ: વાઘની ગણતરી કરવા માટે અચનાકમાર ટાઈગર રિઝર્વમાં ગોઠવવામાં આવેલા ટ્રેપ કેમેરામાં બ્લેક પેન્થરની તસવીર કેદ થઈ છે. NTCA એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના માર્ગદર્શિકા અનુસાર ફેસ ફોર મોનિટરિંગ હેઠળ અચનાકમાર ટાઈગર રિઝર્વના જંગલમાં ટ્રેપ કેમેરા લગાવવામાં આવ્યા હતા.
આ વાઘોની વસ્તી ગણતરી 1 એપ્રિલથી શરૂ થઈ હતી, અને 25 એપ્રિલ સુધી ચાલી હતી. ગણતરી માટે સ્થાપિત ટ્રેપ કેમેરામાં બ્લેક પેન્થરની તસવીર કેદ થઈ છે. એવી માન્યતા છે કે, દિપડોમાં મેલાનિન વધારે હોવાને કારણે તે કાળો દેખાઈ રહ્યો છે. આ કાળા દિપડાને બ્લેક પેન્થર કહેવામાં આવે છે.