ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢમાં આ વ્યક્તિએ પ્લાસ્ટિક બોટલમાંથી બનાવી ટી-શર્ટ - Gandhi@150

રાયપુરઃ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા પહેલા તેનો વિકલ્પ પણ હોવો જરૂરી છે.

Etv Bharat, Gujarati News, No Plastic
છત્તીસગઢમાં આ વ્યક્તિએ પ્લાસ્ટિક બોટલમાંથી બનાવી ટી-શર્ટ

By

Published : Dec 21, 2019, 8:02 AM IST

આધિશ ઠાકુર, જે રાયપુરના રહેવાસી છે તેમણે પોતાના સ્ટાર્ટ અપ દ્વારા એક વિકલ્પ શોધ્યો છે. જે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીને 'નો પ્લાસ્ટિક મિશન' તરફ દોરે છે.

ઠાકુર તેના સ્ટાર્ટઅપ દ્વારા પ્લાસ્ટિકની બોટલોમાંથી ટી-શર્ટ તૈયાર કરે છે અને ટી-શર્ટ તૈયાર કરવા માટે 8 થી 10 કચરો પ્લાસ્ટિકની બોટલ જરૂરી છે. ખાસ વાત એ છે કે આ તમામ ટી-શર્ટની સ્લીવ્ઝ પર લખ્યું છે કે તે પાણીની બોટલોથી બનાવવામાં આવ્યું છે.

છત્તીસગઢમાં આ વ્યક્તિએ પ્લાસ્ટિક બોટલમાંથી બનાવી ટી-શર્ટ

ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં ઠાકુરે જણાવ્યું હતું કે, તેણે પહેલા પોલીસ્ટારના ફરીથી ઉપયોગ વિશે માહિતી મેળવી અને ત્યારબાદ ગ્લોબલ રિસાયક્લિંગ સ્ટાન્ડર્ડ્સની મદદથી પોલીસ્ટારમાંથી ટી-શર્ટ બનાવ્યું હતું.

આ ટી-શર્ટ્સનું ઉત્પાદન મુખ્યત્વે ચૈન્નઇ, ઇરોદ અને ત્રિરુપરથી થાય છે. ઠાકુરે વધુમાં જણાવ્યું કે, અમે તેનું રિસર્ચ કર્યું અને આ પ્રોડક્ટ વિશે માહિતી મેળવ્યા બાદ ઉત્પાદકો સાથે સંપર્ક કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, તેમણે રાયપુર મહાનગર પાલિકા સમક્ષ આ પ્રોડક્ટને રજૂ કરી હતી અને તેને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો.

મહત્વનું છે કે, આ ટી-શર્ટ્સ સામાન્ય ટી-શર્ટ્સ જેવા જ હોય છે, જેને જૂદી રીતે કલર અને ડિઝાઇન આપી બનાવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details