ગુજરાત

gujarat

By

Published : Jun 28, 2020, 5:14 PM IST

ETV Bharat / bharat

ચૈન્નઇઃ ગાયક સત્યને લાઇવ ગીતથી 15 લાખની કરી કમાણી, સંગીતકારોની કરશે મદદ

ચૈન્નઇના પ્લેબેક સિંગર સત્યન મહાલિંગમે લોકડાઉન દરમિયાન ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સત્યન ઉત્સવની શરૂઆત કરીને 15 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે. સત્યને 64 દિવસોમાં લાઇવ ગીત ગાઇને 15 લાખ રૂપિયા એકઠા કર્યા છે, જેથી તે એવા સંગીતકારોની મદદ મળી શકે, જે કોવિડ-19ને લીધે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

Chennai-based playback singer raises Rs 15 Lakh by singing live for 64 days
Chennai-based playback singer raises Rs 15 Lakh by singing live for 64 days

ચૈન્નઇઃ શહેરના પ્લેબેક સિંગરે છેલ્લા 64 દિવસોમાં લાઇવ ગીતો ગાઇને 15 લાખ રૂપિયા એકઠા કર્યા છે, જેથી તે એવા સંગીતકારોને મદદ મળી શકે, જે કોવિડ-19ને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

મહાલિંગમે લોકડાઉન દરમિયાન ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સત્યન ઉત્સવની શરૂઆક કરીને 15 લાખ રૂપિયાથી વધુનો સંગ્રહ કર્યો છે. તેમણે પોતાના આ પ્રોજેક્ટનું નામ મ્યુઝિક 4 મ્યૂઝિશિયન રાખ્યું જેથી તે મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીના લોકોની મદદ કરી શકે.

મહાલિંગમે કહ્યું કે, પહેલા અમે એક મહિનાની અંદર 40થી 45 કાર્યક્રમો કરતા હતા. અમારી ઓછામાં ઓછી કમાણી 50,000 રૂપિયા અને તેનાથી પણ વધુ હતી, પરંતુ લોકડાઉન શરૂ થવાથી અમારી કમાણી શૂન્ય થઇ હતી અને અમને ખબર ન હતી કે, લોકડાઉન ક્યાં સુધી ચાલશે.

વધુમાં તેમણે કહ્યું કે, હું સંગીત ઇન્ડસ્ટ્રીમાંથી છું, મને ખબર છે કે, જીવિત રહેવું કેટલું મુશ્કેલ છે. એ માટે મેં મ્યૂઝિક 4 મ્યૂઝિશિયનની શરુઆત કરી છે અને હવે પોતાની ઇન્ડસ્ટ્રીને કંઇક આપવામાં સક્ષમ છું. આ મારું 64 દિવસનું પ્રદર્શન છે.

મહાલિંગને કહ્યું કે, 30 મેના દિવસે મેં 25 કલાક સુધી સતત ગીત ગાયું, જેથી સંગીત કલાકારોને મદદ માટે પૈસા એકઠા થઇ શકે.

ABOUT THE AUTHOR

...view details