ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિરેન્દ્ર સેહવાગની પત્નીના નામ પર કરોડોની ઉચાપત, કોર્ટની નોટીસ મળતા થયો ખુલાસો

નવી દિલ્હીઃ વિરેન્દ્ર સહેવાગની પત્નીને એક ખાનગી કંપનીમાં ભાગીદારી કરવી મોંઘી પડી છે. આ કંપનીના માલિકે તેમના નામે ખોટા હસ્તાક્ષર કરી 4.5 કરોડ રૂપીયાની લોન લીધી હતી. લોનની રકમની ભરપાઈ ન કરતા સેહવાગના ઘરે કોર્ટની નોટીસ આવી હતી જેથી આ સમગ્ર મામલે ખુલાસો થયો હતો. આરતી સેહવાગે આ અંગે આર્થીક અપરાઘ શાખામાં ફરીયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે વઘુ તપાસ હાથ ધરી છે.

સૌજન્ય insta

By

Published : Jul 13, 2019, 4:16 PM IST

Updated : Jul 13, 2019, 5:25 PM IST

સમગ્ર માહિતી અનુસાર, આરતી સેહવાગે આર્થિક અપરાધ શાખામાં ઉચાપતની ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, અશોક વિહાર સ્થિત એક ખાનગી કંપનીમાં ભાગીદારી છે, પરંતુ સક્રીય રીતે નહી. આ કંપનીના ડાયરેક્ટર રોહિત કક્કડે તેમને કહ્યું હતું કે, કંપનીમાં રૂપીયા લગાવાથી ફાયદો થશે. તેથી તેઓએ માત્ર રૂપીયા લગાવ્યા હતાં પરંતુ, તેમણે કંપનીના તમામ પાર્ટનરોને પહેલા જ કહ્યું હતું કે તેઓ સક્રિય રીતે કંપનીનું કામ નહીં કરી શકે.

આરતી સેહવાગના નામ પર લિધેલી લોન આ કંપનીના 8 સદસ્યોંએ માલવીયા નગર સ્થિત લખન પાલ પ્રમોટર્સ એન્ડ બિલ્ડર્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની સાથે સંપર્ક કરી 4.5 કરોડની લોન લીધી હતી અને આ મામલે તેઓએ આરતી પાસે કોઈ પ્રકારની મંજૂરી લીધી ન હતી.

આરોપીઓએ લોન લેવા માટે આરતી સેહવાગ તેમજ તેમના પતિ વિરેન્દ્ર સેહવાગના નામનો ઉપયોગ કર્યો હતો. આરતીએ પોલીસને કહ્યું કે લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ આરોપીઓએ પોતાની જાતે જ કર્યા હતા. લોનની રકમની ભરપાઇ ન કરતા કંપનીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને કોર્ટની નોટીસ આરતીના ઘરે આવતા તમામ મામલાનો ખુલાસો થયો હતો.

Last Updated : Jul 13, 2019, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details