ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જગન્નાથ પુરી રથયાત્રા માટે રથ નિર્માણને કેન્દ્ર સરકારની મંજૂરી, યાત્રા અંગે પછી નિર્ણય લેવાશે - લોકડાઉન

ભગવાન જગન્નાથની રથયાત્રા માટે કેન્દ્ર સરકારે રથના નિર્માણને લીલીઝંડી આપી દીધી છે, પરંતુ આ તકે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે.

રથયાત્રા માટે રથ નિર્માણને કેન્દ્ર સરકારની મંજૂરી
રથયાત્રા માટે રથ નિર્માણને કેન્દ્ર સરકારની મંજૂરી

By

Published : May 8, 2020, 4:09 PM IST

Updated : May 8, 2020, 4:53 PM IST

ભુવનેશ્વર : કોરોના વાઇરસની મહામારીના પગલે દેશ હાલમાં લોકડાઉનની સ્થિતિમાં છે. જેને લઇને કેન્દ્ર સરકારે કેટલાક મહત્વના નિર્ણયને લઇને મંદિર ઉપરાંત મસ્જિદોને પણ બંધ રાખવાના નિર્ણયો કર્યા હતા. આ વચ્ચે આજે કેન્દ્ર સરકારે એક મહત્વની જાહેરાત કરતા ઓડિશામાં થતી પુરી રથયાત્રા માટે રથ નિર્માણને મંજૂરી આપી છે, પરંતુ તેમાં પણ લગાવેલા નિયમોનું પાલન કરવું પડશે.

રથયાત્રા માટે રથ નિર્માણને આપી લીલીઝંડી

સામાન્ય દિવસોમાં યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. જેના પગલે આ વર્ષે શ્રદ્ધાળુઓેનો પણ ઓછો ધસારો જોવા મળશે અને આ તકે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે.

જો કેન્દ્ર સરકાની મંજૂરીની વાત કરવામાં આવે તો તેમાં કેટલીક શરતોને આધીન આ યાત્રા સંપુર્ણ પણે યોજાશે. જેમાં યાત્રા સૌથી મોટો ઉત્સવ હોય જેમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થવાની હોય તેના પગલે આ વર્ષે આ યાત્રા મંદીરની સામે નહી, પરંતુ અન્યત્ર સ્થળ પર ખસેડી શકે છે. જેના પગલે લોકો વચ્ચે અંતર જળવાઇ રહે.

Last Updated : May 8, 2020, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details