આજે સવારે દેશનું બીજુ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રયાન 2 એ ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના જણાવ્યાં મુજબ ચંદ્રયાન 2 પર લાગેલી બે મોટરોને સક્રિય કરવાથી આ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રમાની કક્ષામાં પહોંચી જાય છે. ઈસરોએ મંગળવારે સવારે 8.30થી 9.30 વાગ્યાની વચ્ચે ચંદ્રયાન-2ના તરલ રોકેટ એન્જિનને છોડીને તેને ચંદ્રની કક્ષામાં પહોંચાડવાનું અભિયાન પૂરું કર્યું.
ISROની મોટી સફળતા, ચંદ્રની કક્ષમાં પહોંચ્યું ચંદ્રયાન 2 - ચંન્દ્રયાન 2
ન્યુઝ ડેસ્કઃ ચંન્દ્રયાન 2 લગભગ 30 દિવસની અંતરિક્ષની યાત્રા કર્યા બાદ લક્ષ્યની નજીક પહોંચી ગયું છે. ઈસરો (ISRO)આજે અંતરીક્ષ યાનને ચંન્દ્ર પર પહોંચાડવાના અભિયાનને પુરૂ કરશે. આજે દેશનું બીજુ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રયાન 2 એ ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો છે.
આ સ્થિતિ સૌથી મુશ્કેલ છે. કારણ કે, જો સેટેલાઈટ ચંદ્રમા પર ઉચ્ચ ગતિવાળા વેગથી પહોંચે તો તે તેને ઉછાળે છે અને આવી સ્થિતિમાં તે અંતરિક્ષમાં ખોવાઈ જાય તેવુ બની શકે. પરંતુ, જો તે ધીમી ગતિથી પહોંચે તો ચંદ્રમાનું ગુરુત્વાકર્ષણ ચંદ્રયાન 2ને ખેંચી લે અને તે સપાટી પર પડી શકે છે.
ચંદ્રયાન 2 ચંદ્રમાંની કક્ષામાં પહોંચી જાય ત્યાર બાદ ઈસરો સ્પેસ ક્રાફ્ટની દિશામાં ચાર વાર વધુ પરિવર્તન કરશે. જેમાં આ પહેલું પરિવર્તન છે. ત્યારબાદ 28 અને 30 ઓગસ્ટ તથા 1 સપ્ટેમ્બરે પરિવતર્ન કરવામાં આવશે.