નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ગુરુવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજુ કરાયો હતો. આ સર્વેક્ષણમાં સાર્વજનિક ક્ષેત્રના સહયોગથી દેશભરમાં પર્યાપ્ત ખાનગી રોકાણને પડકાર ગણાવ્યો છે. ભૌતિક મૂળભુત પાયાની સાથે સામાજિક મૂળભુત પાયાને પણ મહત્વપૂર્ણ ગણાવ્યો છે. કારણ કે, આ બે જ બાબતો નક્કી કરશે કે 2030 સુધીમાં વિશ્વમાં ભારતનુ સ્થાન ક્યાં હશે.
ઉદ્યાગોમાં ખાનગી રોકાણકારોને આકર્ષવા એક પડકારઃ આર્થિક સર્વેક્ષણ - industrius
ન્યુઝ ડેસ્કઃ આર્થિક સર્વક્ષેણ 2018-19માં અર્થતંત્રને અસર કરનારા ઘણા પડકારોનો ઉલ્લેખ કરાયો છે. ઉદ્યોગોમાં ખાનગી રોકાણકારોને આકર્ષવાને મોટી ચેલેન્જમાં ગણતરી કરી છે.
ઉદ્યાગોમાં ખાનગી રોકાણકારોને આકર્ષવા એક પડકારઃ આર્થિક સર્વેક્ષણ
સર્વેક્ષણ અનુસાર ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં 2018-19માં 3.6 ટકા વૃધ્ધિ નોંધાઈ હતી. જે 2017-18માં 4.4 ટકા હતી. મૂળભુત પાયાને મજબુત કરવા વિવાદોનું સમાધાન શોધવુ અને સંસ્થાગત તંત્ર સ્થાપિત કરવાની આવશ્યકતા છે.