ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'ફેક ન્યુઝ'ને લઇ તમામ રાજ્ય સરકાર વેબ પોર્ટલ બનાવે : ગૃહ મંત્રાલય - પ્રદેશ

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે, તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એક પોર્ટલ બનાવે, જેના પર પોર્ટલ કોરાના વાઇરસને લઇને ફેલાવનારી અફવાઓ અને ખોટા સમાચાર પર નજર રાખી શકે.

'ફેક ન્યુઝ'ને લઇ રાજ્ય સરકાર વેબ પોર્ટલ બનાવે : ગૃહ મંત્રાલય
'ફેક ન્યુઝ'ને લઇ રાજ્ય સરકાર વેબ પોર્ટલ બનાવે : ગૃહ મંત્રાલય

By

Published : Apr 2, 2020, 11:34 AM IST

નવી દિલ્હી: 'ફેક ન્યૂઝ' પર અંકુશ લાવવા ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના સચિવને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારો કેન્દ્ર દ્વારા બનાવનારા વેબ પોર્ટલ તરફ ધ્યાન આપે, જ્યાં ખોટી માહિતી પર ધ્યાન આપી અને સાચી માહિતી પહોંચાડે.

અભય ભલ્લાએ પત્રમાં લખ્યુ કે, હું તમને જણાવું છું કે ભારત સરકાર એક વેબ પોર્ટલ બનાવવા જઇ રહ્યું છે. જ્યાં લોકોને સાચી માહિતી મળી રહે. આ તકે પ્રદેશ સંબંધિત મુદ્દાઓને લઇ રાજ્ય એક પોર્ટલ બનાવે.’

ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટે કોવિડ-19ના પ્રસારને રોકવા ભારત સરકાર દ્વારા કરેલા કામોની રિપોર્ટ માગી હતી. આ તકે 31 માર્ચના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ રિપોર્ટ રજૂ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details