નવી દિલ્હી: વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસને લઇને વિપક્ષ વડાપ્રધાન પર નિશાન સાંધતું રહે છે અને વિદેશ પ્રવાસના ખર્ચનો હિસાબ માગતું રહે છે. લોકસભામાં આ વિશે પૂછવામાં આવેલા સવાલ પર બુધવારે વિદેશ મંત્રાલયે જવાબ આપતા કહ્યું કે, પાંચ વર્ષમાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ પર 446.52 કરોડનો ખર્ચ થયો છે, પરંતુ વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસની જાણકારી સામે આવ્યા બાદ વિપક્ષની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.
5 વર્ષમાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ પર 446 કરોડનો ખર્ચ થયો - foreign visits of pm modi
વડાપ્રધાન મોદીનો વિદેશ પ્રવાસ ઘણો ચર્ચામાં રહેતો હોય છે. વિદેશ મંત્રાલયે વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસના ખર્ચની માહિતી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પાંચ વર્ષમાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ પર 400થી વધુ કરોડનો ખર્ચ થયો છે.
લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં વિેદેશ રાજ્યપ્રધાન વી. મુરલીધરને કહ્યું કે, આ ખર્ચમાં ચાર્ટેર્ડ પ્લેનનો ખર્ચ સામેલ છે. લોકસભામાં આપેલી માહિતી મુજબ, વર્ષ 2015-16માં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ પર સૌથી વધારે ખર્ચ થયો છે. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પર 121.85 કરોડની ખર્ચ થયો છે. વર્ષ 2016-17માં 78.52 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. વિદેશ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, 2017-18માં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પર 99.90 કરોડ રૂપિયા અને 2018-19માં 100.02 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 2019-20માં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પર 46.23 કરોડનો ખર્ચ થયો છે.
ઉલ્લેખનીય છે કે, 2019માં બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ મોદી પ્રથમ વિદેશ પ્રવાસ માટે માલદીવ અને શ્રીલંકાની પંસદગી કરી હતી. માલદીપ પ્રવાસ દરમિયાન હિંદ મહાસાગરમાં ચીનના વધતા હસ્તક્ષેપને રણનીતિક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. વડાપ્રધાન મોદીનો બીજો અમેરિકાનો પ્રવાસ ઘણો ચર્ચામાં રહ્યો હતો. PMએ અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. જેમાં 50,000 લોકો સામેલ થયા હતા.