નવી દિલ્હી: દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે છતાં પણ દિલ્હીમાં કોરોના સ્થાનિક સ્તરે ફેલાઇ રહ્યો છે. રાજધાનીમાં 21,000 થી વધુ ઘરોમાં સેરો સર્વે કરાવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા આ સર્વેમાં દિલ્હીના 23.48 ટકા લોકોને કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. 26 જૂનથી 6 જુલાઇની વચ્ચે દિલ્હીના તમામ જિલ્લાઓમાં આ સર્વે કરવામાં આવ્યો હતો.
જૂનના બીજા પખવાડિયામાં, જે રીતે કોરોના કેસમાં વધારો થયો તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સર્વે કરવાનો નિર્ણય કર્યો હતો. ગૃહ પ્રધાન અમિત શાહે તમામ બાબાતોને ધ્યાનમાં રાખીને દિલ્હી સેરોલોજિકલ સર્વે કરાવાવમાં આવ્યો. કોરોના ચેપ કયા ક્યા વિસ્તારોમાં સૌથી વધારે ફેલાયો છે તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.