ધોરણ 10ની cbse પરિક્ષા આ વખતે 21 ફેબ્રુઆરીથી 29 માર્ચ વચ્ચે યોજાઈ હતી.જેમાં લગભગ 27 લાખ વિદ્યાર્થીઓને પરિક્ષા આપી હતી.
CBSE: ધોરણ 10નું પરિણામ જાહેર, સ્મૃતિ ઈરાનીની પુત્રીને 82 ટકા - result
ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય માધ્યમિક બોર્ડ (cbse) ધોરણ 12ના પરિણામ બાદ હવે ધોરણ 10નું પરિણામ પણ આવી ગયું છે. આ પરિણામ ધોરણ 10 માટેનું વિદ્યાર્થીઓ cbseની વેબસાઈટ cbse.nic.in પર જોઈ શકાશે.
file
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની દિકરીને આ પરિણામમાં 82 ટકા આવ્યા છે જેને લઈ કેન્દ્રીય પ્રધાને ખુશી વ્યક્ત કરી હતી.
ધોરણ 10નું પરિણામ આવી રીતે ચેક કરી શકશો
-બોર્ડની વેબસાઈટ cbseresults.nic.in અથવા તો cbse.nic.in પર ચેક કરો
-હોમ પેજમાં ધોરણ 10 સિલેક્ટ કરો
-આપેલા વિકલ્પોમાં રજીસ્ટ્રેશન નંબર, રોલ નંબર, જરૂરી વિગતો ભરો સબમિટ કરો
-આવું કર્યા બાદ તમારી સ્ક્રીન પર તમને પરિણામ જોવા મળશે.
Last Updated : May 6, 2019, 3:31 PM IST