ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરની ભાવનાઓના ભાગલા પાડવાના પ્રયાસમાંઃ મહેબૂબા - jammu and kashmir

શ્રીનગરઃ પૂર્વ મુખ્યપ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી(પીડીપી)ના વડા મહેબૂબા મુફ્તીએ મંગળવારે કહ્યું કે મોદી સરકાર જૂના જખ્મોને ભરવાને બદલે જમ્મુ અને કાશ્મીરમાં વઘુ એક ભાવનાઓનું વિભાજન લાગુ કરી રહી છે.

કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરની ભાવનાઓના ભાગલા પાડવાના પ્રયાસમાંઃ મહેબૂબા

By

Published : Jun 5, 2019, 9:32 AM IST

કેન્દ્ર વિધાનસભા બેઠકોને નવી રીતે સીમાંકન આપવાનો વિચાર કરી રહી છે તેવા સમાચાર વહેતા થયા બાદ મહબૂબાએ પ્રતિક્રિયા આપતા પોતાના ટ્વીટર પેજ ઉપર કહ્યું, "જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાના ગઠન કરાયેલા વિસ્તારોના નક્શા બદલવાની યોજના વિશે સાંભળી અચંબિત છું."

તેમણે આગળ લખ્યુ, "સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી સરહદો વહેંચવી એ રાજ્યની ભાવનાઓ તોડવાનો પ્રયાસ છે."

પૂર્વ મુખ્યપ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી(પીડીપી)ના વડા મહેબૂબા મુફ્તીએ મંગળવારે કહ્યું કે મોદી સરકાર જૂના જખ્મોને ભરવાને બદલે જમ્મુ અને કાશ્મીરમાં વઘુ એક ભાવનાઓનું વિભાજન લાગુ કરી રહી છે.

મીડિયામાં આવેલા સમાચાર મુજબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે અને રાજ્યપાલ સત્યપાલ મલિકને બંધારણ મુજબ તમામ અધિકાર મળેલા છે. તેના કારણે મર્યાદા સમિતિની રચના કરે તેવી શક્યતાઓ છે. જે વિધાનસભા બેઠકોની નવી સીમા મર્યાદાની ભલામણ કરશે.

ABOUT THE AUTHOR

...view details