કેરલ: વડાક્કુન્નાથન મંદિરમાં અનાયુટ્ટુ તહેવારમાં 70થી વધુ હાથીઓને ભોજન કરાવ્યું - Thrissur
ન્યૂઝ ડેસ્ક: થ્રિસુર જિલ્લાના વડાક્કુન્નાથન મંદિરમાં ઉજવવામાં આવેલા અનાયુટ્ટુ તહેવારમાં 70થી વધુ હાથીઓને ભોજન કરાવ્યું હતું. જ્યાં હાથીઓ માટે ધાર્મિક ખોરાક આપવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. અષ્ટ દ્રવ્ય મહાગણપતિ હવનના ભાગરૂપે કરવામાં આવેલી આ વિધિમાં ભગવાન ગણેશને ખુશ કરવા હવનમાં પવિત્ર વસ્તુઓનો હોમ કરવામાં આવ્યો હતો. આ વર્ષે 10,008 નારિયેળ, 2,500 કિગ્રા ગોળ, 300 કિલો ચોખા, 150 કિલો તલના બીજ, 150 કિલો ઘી અને ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે હાથીઓને ખવડાવામાં આવે છે. આ ઉપરાંત, હળદર પાવડર, ગોળ, તેલ અને નવ જુદા જુદા ફળો સાથે મિશ્ર કરેલા 500 કિલો ચોખા પણ તેમને ખવડાવામાં આવે છે.
વડાક્કુન્નાથન મંદિરમાં અનાયુટ્ટુ તહેવારની ઉજવણી
મંદિરના મુખ્ય પૂજારી કોટ્ટામ્પીલી નારાણયન નામ્બૂદિરિએ સૌથી નાના હાથીને ભોજન કરાવીને વિધિનો પ્રારંભ કર્યો હતો. હાથીઓને ગોળ, ઘી અને હળદર સાથે મિક્સ કરેલા ચોખા આપવામાં આવ્યા હતા. તેઓને નાળિયેર, શેરડી, પાઇનેપલ, કેળાં અને કાકડી પણ ખવડાવાયાં હતાં. વધારે પડતું ખાવાથી હાથીઓને કોઇ સમસ્યા ન નડે તે માટે મિજાબાનીના અંતે તેઓને હર્બલ પાચન ચૂર્ણ ‘અષ્ટ ચૂર્ણમ’ પણ આપવામાં આવ્યું હતું.