- પ્રજાસત્તાક દિનની લોકોને શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન મોદીએ ટવિટમાં લખ્યું, 'જય હિન્દ.'
- પરેડ દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓ લોકનૃત્ય કરશે
- ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રગીત અને 21 તોપની સલામી
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિન પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પ્રજાસત્તાક દિન નિમિત્તે અમદાવાદમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. તો રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જયપુર સ્થિત તેમના નિવાસ સ્થાને ત્રિરંગો લહેરાવ્યો હતો.
32 ટેબ્લોમાં સૈન્ય તાકાતની આન-બાન-શાન દેખાશે
દેશ આજે પોતાનો 72મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ વખતે પ્રજાસત્તાક દિનની પરેડ દરમિયાન પ્રથમ વખત રાફેલ T-90 ટેન્ક આઇસોબિયલ ઇલેક્ટ્રોનિક લડાઇ સિસ્ટમ, સુખોઈ -30 એમકેઆઈ ફાઇટર એરક્રાફ્ટ સહિતના લડાકુ વિમાનોની ઉડાન સાથે પોતાની લશ્કરી શકિતનું પ્રદર્શન કરશે. આજે દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, આર્થિક ઉન્નતિ અને સૈન્યના પ્રજાસત્તાક દિન પરેડમાં રાજપથ ખાતે 17 ટેબ્લો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટેબ્લો, સંરક્ષણ મંત્રાલયના છ ટેબ્લો, અન્ય કેન્દ્રીય મંત્રાલયો અને અર્ધલશ્કરી દળના ટેબ્લો સહિત કુલ 32 ટેબ્લોમાં સૈન્ય તાકાતની આન-બાન-શાન દેખાશે.
પ્રજાસત્તાક દિનની લોકોને શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન મોદીએ ટવિટમાં 'જય હિન્દ' લખીને દેશવાસીઓને શુભકામના પાઠવી હતી