ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાને નૌશેરા સેક્ટરમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન - ceasefire in rajouri

શ્રીનગર: પાકિસ્તાને રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં સોમવારે ફરી એકવાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેનાએ લાઈન ઑફ કંટ્રોલને અડીને આવેલા ગામોમાં ગોળીબાર કર્યો હતો.

પાકિસ્તાને નૌશેરા સેક્ટરમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન

By

Published : Oct 28, 2019, 10:37 PM IST

યુદ્વવિરામનું ઉલ્લંઘન કરાયુ હોવાની જાણકારી રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, પાકિસ્તાની સેનાએ ચોકીઓ અને ગામોને નિશાન બનાવ્યા હતાં.

વડાપ્રધાન મોદીએ રવિવારે રાજૌરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેના એક દિવસ પછી સોમવારે પાકિસ્તાની સેના દ્વારા સીઝફાયર કરાયું હતું.

સેનાના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, સોમવારે બપોરે 2.30 કલાકે રાજૌરી સેક્ટરમાં મોર્ટાર ફેંકી અને ગોળીબાર કરી યુદ્વવિરામનું ઉલ્લંઘન કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે, સીઝફાયરના ઉલ્લંઘનનાં જવાબમાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

પાકિસ્તાન સેનાએ ગ્રામ્ય વિસ્તારને નિશાન બનાવ્યો હતો. આ હુમલાના કારણે સ્થાનિક લોકો બંકરો અને સુરક્ષિત સ્થળે શરણ લેવા મજબૂર બન્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details