- ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ભારત બાયોટેકને વેક્સીનના ત્રીજા ફેસને મળી મંજૂરી
- ભારત બાયોટેક એક ભારતીય કંપની છે
- ભારત બાયોટેકની કોવાક્સિન
નવી દિલ્હી: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ ભારત બાયોટેકને રસી ટ્રાયલના ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેકે બે ઉમેદવારોમાંથી એક છે જે સ્વદેશી છે. ભારત બાયોટેકે પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલના ડેટાની સાથે એનિમલ ચેલેન્જ ડેટા પણ રજૂ કર્યો છે. ડેટા જોયા બાદ ચર્ચા કરાઇ એન મંજૂરી આપવામાં આવી છે.
ભારત બાયોટેકની કોવાક્સિન
ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના સહયોગથી, ભારત સ્વદેશી બાયોટેક "કોવાક્સિન" રસી વિકસાવી રહ્યું છે.હૈદરાબાદ સ્થિત રસી ઉત્પાદક કંપનીએ તેની રસી પરીક્ષણના ત્રીજા તબક્કાની મંજૂરી મેળવવા 2 ઓક્ટોબરે ડીસીજીઆઈને અરજી કરી હતી. કંપનીએ તેની અરજીમાં કહ્યું હતું કે આ અભ્યાસમાં 18 વર્ષ કે તેથી વધુ વયના 28,500 લોકોનો સમાવેશ કરવામાં આવશે અને આ પરીક્ષણ 10 રાજ્યોમાં 19 સ્થળોએ કરવામાં આવશે. આ સ્થળોમાં દિલ્હી, મુંબઇ, પટના અને લખનઉનો સમાવેશ થાય છે.