ફરીદાબાદઃ શહેરની જે હોટલમાં પોલીસે વિકાસ દુબેના બે સાગરિતોની ધરપકડ કરી છે, તે જ હોટલના સીસીટીવીથી વધુ એક ફુટેજ સામે આવી છે. જેમાં વિકાસ દુબે જેવા દેખાતો વ્યક્તિ જોવા મળે છે. હવે આ વિકાસ દુબે છે કે નહીં તેની હાલ કોઇ પુષ્ટિ થઇ નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તે વિકાસ દુબે છે, જે પોલીસ આવવા પહેલા જ ત્યાંથી નીકળી ગયો હતો.
શું ફરીદાબાદની હોટલમાં છુપાયો વિકાસ દુબે? આ CCTVમાં કંઇક કેદ થયું - ફરીદાબાદ પોલીસ
ફરીદાબાદની જે હોટલમાં પોલીસે વિકાસ દુબેના બે સાગરિતોની ધરપકડ કરી છે, તે જ હોટલના સીસીટીવીથી વધુ એક ફુટેજ સામે આવી છે. જેમાં વિકાસ દુબે જેવો દેખાતો વ્યક્તિ જોવા મળે છે.
Vikas Dubey
કાનપુર પોલીસે જે રીતે ઓળખ વિકાસ દુબેની જણાવી છે, તે અનુસાર વિકાસ દુબેની જેવો દેખાતો આ વ્યક્તિ ફરીદાબાદના સીસીટીવીમાં કેદ થયો છે, જ્યાં સીસીટીવી તે હોટલમાં લાગેલા છે. જેમાંથી વિકાસ દુબેના સાગરિતોની ધરપકડ કરવામાં આવી હતી.
વધુમાં માનવામાં આવી રહ્યું છે કે, પોલીસ આવવા પહેલા જ વિકાસ દુબે ત્યાંથી નીકળી ગયો હતો. જો કે, આ વાતની કોઇ પુષ્ટિ થઇ નથી. વિકાસ દુબેને હોટલના સીસીટીવીમાં જોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો તે વ્યક્તિ વિકાસ જ છે કે તેની પુષ્ટિ હાલ બાકી છે.