નવી દિલ્હી: કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ 'નિશંક' એ સોમવારે જાહેરાત કરી કે CBSE દેશમાં અગાઉ નિર્ધારિત 3000 ને બદલે 15 હજાર કેન્દ્રો પર બાકીની દસમી અને બારમી બોર્ડની પરીક્ષા લેશે.
બાકી રહેતી પરીક્ષાઓ હવે કોરોના વાઇરસ લોકડાઉનને ધ્યાનમાં રાખીને 1 જુલાઇથી 15 જુલાઇની વચ્ચે લેવામાં આવશે.
નિશાંકે કહ્યું, દેશભરમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા હવે દેશભરના 15,000 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. અગાઉ CBSE ફક્ત 3,000 કેન્દ્રો પર જ પરીક્ષાઓ લેવાનું હતું.
બોર્ડે ગયા મહિને જાહેરાત કરી હતી કે તે ફક્ત 29 જ વિષયોની પરીક્ષા લેશે જેને આગળના વર્ગમાં જવા અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ કરવા માટે જરૂરી છે.
બોર્ડ ટૂંક સમયમાં વિષયોના મૂલ્યાંકનની પદ્ધતિની જાહેરાત કરશે જેના માટે પરીક્ષા લેવામાં આવી નથી.