હાથરસ: હાથરસ ગેંગરેપ કેસ સંદર્ભે કાર્યવાહી શરૂ થઈ છે. સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે આ કેસની સુનાવણી કરી હતી. જેમાં પીડિતાના પરિવારજનોએ કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું હતું. બીજી તરફ CBIની ટીમની કાર્યવાહી આજથી હાથરસ ગામમાં શરૂ થશે. CBIની તપાસ ટીમ આજે ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચી છે. જ્યાં પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
હાથરસ કેસ: પીડિતાના ગામે પહોંચી સીબીઆઈની ટીમ - Hathras case
હાથરસ કેસની તપાસ CBI ને સોંપવામાં આવી છે. આ કેસ સાથે સંબંધિત દસ્તાવેજો સ્થાનિક પોલીસ સ્ટેશનથી એકત્રિત કરવામાં આવ્યા છે, જ્યારે CBIની ટીમ મંગળવારે ઘટનાના સ્થળની મુલાકાત લેવા પહોંચી છે.
હાથરસ કેસ
હાથરસ પીડિતાના પરિવારના વકીલ સીમા કુશવાહાએ હાઇકોર્ટમાં અપીલ કરી છે કે મીડિયાને SIT ની રિપોર્ટ ન આપવામાં આવે. આ અપીલ મૌખિક રીતે કરવામાં આવી છે, ટૂંક સમયમાં જ એક અરજી કરવામાં આવશે.
હાથરસમાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આ ઘટના અંગે વધુ તપાસ માટે સીબીઆઈની ટીમ પણ પીડિતાના ગામે પહોંચી છે.
Last Updated : Oct 13, 2020, 1:03 PM IST