લખનઉ: હાથરસ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતાને કારણે આ મામલો યુપીથી દિલ્હી ખસેડવામાં આવે. સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ CBI અને SIT દ્વારા તપાસ થવી જોઈએ.
હાથરસ દુષ્કર્મ કેસ: તપાસ એજન્સીએ આરોપીઓના પરિવારની કરી પૂછપરછ - હાથરસ દુષ્કર્મ કેસની CBI તપાસ
સુપ્રીમ કોર્ટ હાથરસ કેસમાં સુનાવણી કરી રહી છે.આ સાથે હાથરસ કેસમાં પણ CBI તપાસ કરી રહી છે. CBIની ટીમ તપાસ માટે પીડિતાના ગામમાં છે. તપાસ એજન્સીના અધિકારીઓ આજે આરોપીના ઘરે પહોંચી ગયા છે. અહીં તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે. CBIની ટીમ આજે પીડિતાના ગામ હાથરસ પહોંચી છે. CBIની ટીમ આરોપીઓના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. આ અગાઉ બુધવારે પણ તપાસ એજન્સી દ્વારા પીડિતાના ભાઇ અને પિતાની છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
મંગળવારે CBIની ટીમે જે સ્થળે ઘટના થઇ હતી, તે જગ્યા તેમજ અગ્નિ સંસ્કારના સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું. તેમજ પીડિતાના પરિવારની પૂછપરછ કરી હતી. બુધવારે આ ટીમે તેના કાર્યાલયમાં પીડિતાના પિતા અને બંને ભાઇઓની લગભગ સાડા 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. હવે ગુરૂવારે CBIની ટીમે આરોપીઓના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.
આપને જણાવી દઇએ કે, ગત 14મી સપ્ટેમ્બરે હાથરસમાં દલિત યુવતી સાથે સામુહિક દુષ્કર્મ અને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પીડિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારથી આ સમગ્ર ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને પીડિતા માટે ન્યાયની માંગણી થઇ રહી છે. આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ જેલમાં છે અને તેની CBI તપાસ કરી રહી છે.