અતીક અહેમદના ઘરના દરેક ખૂણાની તપાસ ચાલી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દેવરિયા જેલ કાંડમાં ન્યાયાલયના હુકમ બાદ અતીકની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સ્થળ ઉપર પાંચ ગાડી આરએએફની સાથે અનેક પોલીસ મથકોના જૂથ હાજર છે. હાલમાં અતીક અહેમદ ગુજરાતના અમદાવાદની જેલમાં બંધ છે.
પૂર્વ સાંસદ અતીક અહેમદના ઠેકાણાં પર CBIના દરોડા - GUJARATI NEWS
ઉત્તર પ્રદેશઃ પૂર્વ સાંસદ અને બાહુબલી અતીક અહેમદના કેટલાંક ઠેકાણા પર બુધવારે કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન અતીકના પૈતૃક આવાસ અને કાર્યાલય પર તપાસ ચાલી રહી છે. સીબીઆઈની ટીમ પુરાવા એકત્રિક કરવા માટે દરોડા પાડી રહી છે. અતીક અહેમદના નિવાસસ્થાન અને કાર્યાલય પર પીએસી અને પોલીસ ગોઠવી દેવાઈ છે.
આ અગાઉ મંગળવારે દેવરિયા જેલકાંડની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ જિલ્લામાં રોકાઈ હતી. અતીકની ગેંગ સાથે જોડાયેલા લોકો ક્યારે અને કઈ હોટલમાં રહ્યાં, ઉપરાંત કોણે અહીં આશ્રય લીધો તે અંગે આ ટીમ તપાસ કરી રહી છે. જિલ્લા જેલમાંથી મુક્ત થયેલી મહિલાઓની પૂછપરછ ચાલી રહી છે જે અતીકની સાથે અથવા આસપાસ બૈરકમાં રહી હતી.
અતીક અહેમદે લખનઉના રિયલ એસ્ટેટ વેપારી મોહિત જયસ્વાલનું 26 ડિસેમ્બરે ગુર્ગો દ્વારા અપહરણ કરાવી દેવરિયા જેલ બોલાવ્યો હતો. ત્યાં તેની નિષ્ઠુરતાપૂર્વક માર મારી કરોડો રૂપિયાની મિલકત બળજબરીથી પોતાના નામે કરાવી લીધી હતી. તેમની જાળમાંથી નીકળી મોહિતે લખનઉ પહોંચી ફરિયાદ નોંધાવી ત્યારે દેવરિયા પોલીસ સતર્ક થઈ. મોહિતની અપીલ પર કૉર્ટે આ બાબતે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા.