CBD ઓઇલ ખુબ સરળતાથી ઓનલાઇન ઉપલબ્ધ હોવાથી સામાન્ય માણસે તેને ખરીદતા પહેલા કેટલીક જાણકારી મેળવવી જરૂરી છે નહી તો કોઈ પણ માણસ તેના કારણે કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ગાંજો
માણસના મગજ પર અસર કરનારા કેનાબીઝ સટિવા, કેનાબીઝ ઇન્ડિકા અને કેનાબીઝ રૂડેરલીસ તરીકે ઓળખાતા ત્રણ છોડ માટે કેનાબીઝ તરીકે ઓળખવામાં આવે છે.
આ છોડના ફુલોને લણીને તેને સુકવીને દુનિયાનો સૌથી સામાન્ય ડ્રગ બને છે. કેટલાક તેને નીંદ કહે છે, કેટલાક તેને પોટ કહે છે અને કેટલાક તેને મેરૂઆના કહે છે.
ગાંજાના ઘટકો
કેનાબીઝ 120થી વધુ ઘટકોનો બનેલો છે જેને કેનાબીનોઇડ્સ કહેવામાં આવે છે. નિષ્ણાંતો હજુ પણ એ જાણવામાં અસમર્થ છે તે તેમાંનો દરેક ઘટક સ્વતંત્ર રીતે કેવી અસર કરે છે પરંતુ તેમાંના બે ઘટક વીશે તેઓ સમજ કેળવી શક્યા છે, અને તે છે કેનાબીડીયોલ (CBD) અને ટેટ્રાહાઇડ્રોકેનાબીનોલ (THC).
CBD – કેનાબીડીયોલ. આ એક સાયકોએક્ટીવ કેનાબીનોઇડ છે તેમ છતા તે માદક પણ નથી અને નશાકારક પણ નથી એટલે કે તે વ્યક્તિના મગજને એટલી અસર કરતો નથી. મોટાભાગે તેનો ઉપયોગ બળતરા અને પીડા ઘટાડવા માટે થાય છે. તે ઉબકા, આધાશીશી, આંચકી અને અસ્વસ્થતામાં રાહત આપે છે. (એપીડિઓલેક્સ એ CBDને પહેલી અને એકમાત્ર એવી પ્રીસ્ક્રિપ્શન મેડિકેશન છે જેને ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન અથવા FDA દ્વારા માન્ય કરવામાં આવી છે. અમુક પ્રકારની વાયની બીમારીના ઇલાજ માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે.)
THC – ટેટ્રાહાઇડ્રોકેનાબીનોલ. કેનાબીઝમાં આ મુખ્ય સાયકોએક્ટીવ (માણસના મગજને અસર કરનારૂ) ઘટક છે. મોટાભાગના લોકો કેનેબીઝ કે મેરૂઆનાને તેની મગજને થતી અસરને કારણે ઓળખે છે તેમાં તે અસર માટે THC જવાબદાર છે. જો કે THCની જેમ CBD એટલો તીવ્ર નથી.
જેલ સુધી પહોંચાડનારી બાબતો
શણમાંથી કાઢેલા CBD ઉત્પાદનો દેશમાં ખરીદવા અને વાપરવા કાયદેસર છે. જો કે આ ઉત્પાદનોમાં જો કોઈ ઉત્પાદનમાં THC (ટેટ્રાહાઇડ્રોકેનાબીનોલ)નું પ્રમાણ 0.3 ટકાથી વધારે હશે તો તે કેનાબીઝની કક્ષમાં ગણાશે અને તે NDPS એક્ટ પ્રમાણે ગેરકાયદેસર ગણવામાં આવશે.
ઓનલાઇન વેચવામાં આવતા મોટાભાગના ઉત્પાદનોમાં મુખ્ય સમસ્યા એ છે કે તેઓ તેમાં રહેલા કન્ટેન્ટનો ઉલ્લેખ કરતા નથી અને આ ઉત્પાદનમાં THCનું પ્રમાણ 0.3 ટકાથી વધારે છે કે ઓછુ તે જાણવાનો કોઈ બીજો રસ્તો પણ હોતો નથી.
CBD ઓઇલ
ગાંજાના છોડમાંથી CBD મેળવીને તેને નાળીયેર અથવા શણના બીજના તેલ જેવા અન્ય તેલ સાથે ભેળવીને CBD તેલ બનાવવામાં આવે છે.
આરોગ્ય અને સુખાકારીની દુનિયામાં તેનું મહત્વ વધી રહ્યુ છે અને કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસ બાદ એ વાત પણ સાબીત કરવામાં આવી છે કે તે લાંબી પીડા અને અસહ્ય અસ્વસ્થતામાં રાહત પણ આપી શકે છે.
CBD ઓઇલના ફાયદા
1. પીડામાં રાહત આપી શકે છે
મેરૂઆનામાં આવેલા CBD સહિતના કેટલાક ઘટકો પીડામાં રાહત આપવા માટે જવાબદાર હોય છે. માણસના શરીરમાં એન્ડોકનાબીનોઇડ સીસ્ટમ (ECS) નામની એક ખાસ પ્રકારની સીસ્ટમ હોય છે જે ઉંઘ, ભૂખ, પીડા અને રોગ પ્રતિકારક શક્તિની સીસ્ટમની પ્રતિક્રીયા જેવા કાર્યોના નિયમન માટે જવાબદાર હોય છે. CBD એન્ડોકનાબીનોઇડ પર અસર કરીને અસહ્ય પીડા ઘટાડવામાં મદદરૂપ થાય છે અને ન્યુરોટ્રાન્સમીટર સાથે પ્રતિક્રીયા કરીને બળતરા ઘટાડવા માટે જવાબદાર બને છે.
2. અસ્વસ્થતા અને હતાશામાંથી વ્યક્તિને બહાર કાઢી શકે છે