ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિલાડી કોરોના વાઈરસનું વાહક નથી, એટલે તમે સંપૂર્ણ સુરક્ષિતઃ મેનકા ગાંધી - ભાજપ ન્યૂઝ

ભાજપના નેતા મેનકા ગાંધીએ જાગૃતિ ફેલાવવા માટે એક વીડિયો ટ્વિટર પર મૂક્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, બિલાડીઓ કોરોના વાઈરસ ફેલાવી શકે નહીં અથવા તેમને કોરોના વાઈરસનો ચેપ લાગી શકતો નથી. જેથી તમે તેની આસપાસ સંપૂર્ણ સલામત છો.

Maneka Gandhi
Maneka Gandhi

By

Published : Apr 8, 2020, 8:08 AM IST

નવી દિલ્હી: ભાજપના નેતા મેનકા ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે, બિલાડીઓ કોરોના વાઈરસથી ફેલાવી શકતી નથી. તેમજ ચેપ પણ લગાવી શકતી નથી, એટલે તેની આસપાસ રહેવું સંપૂર્ણપણે સલામત છે.

મેનકા ગાંધીએ વીડિયોમાં કહ્યું હતું કે, "બિલાડીઓ કોરોના વાઈરસને ટ્રાન્સમિટ કરી શકતી નથી અથવા મેળવી શકતી નથી. જો તમે ટીવી પર કેટલીક વાહિયાત વસ્તુ જોઇ હશે કે, એક પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક પ્રાણીને રોગ થયો છે. તમારી બિલાડીઓ સંપૂર્ણપણે સલામત છે. મેનકા ગાંધીએ તેમના દ્વારા જાહેર કરેલા વીડિઓમાં જણાવ્યું હતું.

યુ.એસ. પ્રાણી સંગ્રહાલયમાં વાઘનો પોઝિટિવ કેસ સામે આવ્યો હોવાની વાત સામે આવી છે. જેના પગલે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ દેશભરમાં તમામ પ્રાણી સંગ્રહાલયોને COVID-19ના ફેલાવા માટેના સાવચેતી પગલા તરીકે રાખવામાં આવેલા પ્રાણીઓના સ્વાસ્થ્ય પર નજર રાખવા જણાવ્યું હતું.

યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરના નેશનલ વેટરનરી સર્વિસિસ લેબોરેટરીઝ અનુસાર, સોમવારે ન્યૂયોર્કના બ્રોન્ક્સ ઝૂ ખાતે એક વાઘણનો રિપોર્ટ કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. જેના કારણે તે પ્રાણીમાં પહેલો જાણીતો ચેપ બન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details