હૈદરાબાદ: તેલંગાણામાં અલગ અલગ બનાવમાં શનિવારે SC / ST અધિનિયમ હેઠળ બે ધારાસભ્યો સામે કેસ દાખલ કરાયો હતો. ભાજપના નેતા બંગારુ શ્રુતિની ફરિયાદ પર ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમમીન AIMIMના ધારાસભ્ય અહેમદ બલાલા સામે કેસ નોંધવામાં આવ્યો હતો. શ્રુતિએ આરોપ લગાવ્યો હતો કે, બલાલાએ આ મહિનાની શરૂઆતમાં તેમના પર અત્યાચાર ગુજાર્યો હતો.
તેલંગાણાના બે ધારાસભ્યો પર SC / STએક્ટ હેઠળ કેસ દાખલ - ધારાસભ્યો પર SC / STએક્ટ હેઠળ કેસ દાખલ
તેલંગાણાના બે ધારાસભ્યો AIMIMના અહેમદ બલાલા અને TRSના એમ.કિશન રેડ્ડી પર અલગ અલગ કેસમાં SC / ST એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
તેલંગાણાના બે ધારાસભ્યો પર SC / STએક્ટ હેઠળ કેસ દાખલ
બીજી એક ઘટનામાં, તેલંગાણા રાષ્ટ્ર સમિતિTRSના ધારાસભ્ય એમ. કિશન રેડ્ડી વિરુદ્ધ મહિલાના પ્રતિનિધિની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો.