રાજસ્થાન: કોટાના મહાવીર નગર પોલીસ મથકમાં શનિવારે કથાકાર વાચક મોરારિ બાપુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ ગઈ છે. કોટા નિવાસી એક વ્યક્તિએ મોરારિ બાપુની વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે કારણે મોરારિ બાપુ સામે પોલીસે ફરિયાદ નોંધી છે.
કોટામાં મોરારિ બાપુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ કૃષ્ણ નગર રંગબાડી નિવાસી મહાવીર યાદવે રાષ્ટ્રીય સંત અને કથાકાર મોરારિ બાપુ સામે મહાવીર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં મહાવીર યાદવે જણાવ્યું કે, મોરારિ બાપુએ ગુજરાતના ભાવનગર જિલ્લાના મિર્જાપુરમાં થોડા દિવસો પહેલા રામકથા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના ભાઈ બલરામનું અપમાનજનક નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો સામે આવ્યો છે.
કોટામાં મોરારિ બાપુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, આ વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દેશમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભગવાન કૃષ્ણ અને બલરામના ચરિત્ર બાબતે અફવા ફેલાવીને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી રહ્યા છે. ફરિયાદ અનુસાર હિન્દુ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દૂભાઈ છે. મોરારિ બાપુ સામે ધાર્મિક લાગણી દૂભાવવાનો તેમજ અરાજકતા ફેલાવવા બદલ તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.
ફરિયાદ અનુસાર, રિપોર્ટમાં મહાવીર નગર પોલીસ સ્ટેશનમાં સંત મોરારિ બાપુ વિરૂદ્ધ ધાર્મિક ટીપ્પણી કરવી, ધાર્મિક લાગણી દૂભાવવી અને આઈટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. મહાવીર નગર સીઆઈ પવન કુમાર મીનાએ જણાવ્યું કે, આ ફરિયાદની તપાસ શરૂ કરવામાં આવી છે.
જયપુરમાં પણ નોંધાઈ ચુકી છે ફરિયાદ
ઉલ્લેખીનીય છે કે, આ પહેલા કથાકાર મોરારિ બાપુ વિરૂદ્ધ જયપુરના કાલવાડ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જયપુર પોલીસે પણ આ બાબતે તપાસ આદરી છે. મોરારિ બાપુના નિવેદન બાદ સમગ્ર ભારતમાં હિન્દુ ધર્મના સંતો અને ધાર્મિક વડાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.