ગુજરાત

gujarat

By

Published : Jun 24, 2020, 6:48 PM IST

ETV Bharat / bharat

કોરોનિલ દવાને લઇ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે કેસ દાખલ

પતંજલિના સ્થાપક બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે 30 જૂને સુનાવણી થશે.

બાબા રામદેવ
બાબા રામદેવ

મુઝફ્ફરપુર: કોરોના વાઇરસની દવા કોરોનિલને લઇને બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ મુઝફ્ફરપુરમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, કોરોના વિશે દેશને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે આ અરજી સમાજસેવક તમન્ના હાશ્મી દ્વારા કરવામાં આવી છે.

સામાજીક કાર્યકર તમન્ના હાશ્મી

સામાજીક કાર્યકર તમન્ના હાશ્મીએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પતંજલિ યુનિવર્સિટીના કન્વીનર સ્વામી રામદેવ અને પતંજલિ સંસ્થાના અધ્યક્ષ આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

તેમણે પંતજલિ પર આરોપ લગાવ્યો છે કે, સમગ્ર દુનિયા કોરોના સંકટનો સામનો કરી રહી છે. આવા સમયે, પતંજલિ ખોટી દવા બનાવીને દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

30 જૂને થશે સુનાવણી

આ કેસમાં કલમ 420, 120 વી સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે આ મામલાની સુનાવણી 30 જૂને કરશે. બાબા રામદેવે દાવો કર્યો કે તેમની કોરોનિલ દવા કોરોના વાઇરસને દૂર કરવા માટે અસરકારક સાબિત થઈ રહી છે. જેના પર આયુષ મંત્રાલયે તરત જ આ દવાના પ્રમોશનને અટકાવ્યું હતું. તેમજ આ દવા સંબંધી તમામ માહિતી મંત્રાલયને મોકલવા નિર્દેશ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details