એ અપરાધીઓ જેમણે પર્યાવરણનો નાશ કર્યો છે અને તેમની જવાબદારી અવગણીને, વધુ કાર્બન ઉત્સર્જન કરીને અને વાતાવરણમાં ગંભીર ફેરફારો કરીને પ્રગતિના નામે પૃથ્વીને સળગતો ગોળો બનાવી દીધી છે તેમને ભાવિ પેઢીઓ હવે સીધા પ્રશ્નો પૂછી રહી છે.
સીઓપી 35 વૈશ્વિક પરિષદ સ્વીડનના મેડ્રિડમાં યોજાઈ હતી. જ્યાં ભાવિ પેઢીઓ પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગ સાથે મજબૂત રીતે તેનો અવાજ ઉઠાવી રહી હતી. ગ્રેટા થનબર્ગે જાણવા માગ્યું કે જ્યારે પર્યાવરણ પ્રણાલિઓ ભાંગી પડી છે, ત્યારે શા માટે એવી ખોટી વાતો કહીને સમય પસાર કરી રહ્યા છો કે હજુ સંપૂર્ણ વિનાશનો શરૂઆતનો જ તબક્કો છે.
કાર્બન ઉત્સર્જન પર સ્વ નિયંત્રણ માટે તમામ રાષ્ટ્રોને વધુ લક્ષ્યાંકો આપવા અને માર્ગદર્શિકાનો મુસદ્દો ઘડવા માટે 2015ની પેરિસ સમજૂતીનો અમલ કરવાના હેતુથી 14 દિવસની વૈશ્વિક પરિષદ અપેક્ષા કરતાં ઓછી પ્રભાવશાળી સાબિત થઈ કારણ કે, તે દિશામાં નિર્ણય લેવામાં કોઈ સફળતા નહોતી મળી. વિશ્વ ભરમાં એક વર્ષમાં માથા દીઠ સરેરાશ કાર્બન ઉત્સર્જન 1.3 ટન નોંધાયું હતું. જેમાં અમેરિકામાં 4.5 ટન, ચીનમાં 1.9 ટન, યુરોપીય સંઘમાં 1.8 ટન અને ભારત માત્ર અડધો ટન હતું.
સંયુક્ત રાષ્ટ્રોએ જાહેર કર્યું કે, ગત વર્ષે વિશ્વ ભરમાં 59 ટકા કાર્બન ઉત્સર્જન કરનારા દેશોમાં ચીન 28 ટકા, અમેરિકા 15 ટકા, યુરોપીય સંઘ 9 ટકા અને ભારત 7 ટકા સાથે સમાવિષ્ટ છે.
એક મહિના પહેલાં અમેરિકા સત્તાવાર રીતે પેરિસ સમજૂતીમાંથી ગેરહાજર રહેવાના પગલે કાર્બન ઉત્સર્જન પર સ્વ નિયંત્રણનાં લક્ષ્યો નિર્ધારિત કરવામાં ભારત અને ચીન પર સ્વાભાવિક જ દબાણ વધ્યું છે.
વૈશ્વિક પરિષદે તેનું કામકાજ સંકેલી લીધું અને મોટાં રાષ્ટ્રોએ ગરીબ રાષ્ટ્રોના અવાજની અવગણના કરતાં, ભારતે પેરિસ સમજૂતીના સંદર્ભમાં બીજાં કરતાં વધુ સારાં પરિણામો દર્શાવીને હટવાનો ઈનકાર કર્યો હતો.
જેવી રીતે માણસ તેના ખોળામાં બાળકને રાખે તેમ પર્યાવરણે સંપૂર્ણ સજીવોને ઉછેર્યા છે, તે વાતાવરણમાં તીવ્ર ફેરફારોના લીધે માણસ સાથે રીતસર યુદ્ધ છેડી રહ્યું છે.
કરૂણતા એ છે કે, માનવજાત પર પ્રગતિના નામે શાપ થોપાઈ રહ્યો છે. કારણ કે, ઔદ્યોગિક રાષ્ટ્રો કાર્બન ઉત્સર્જન દ્વારા વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારો કરીને પ્રકૃત્તિનું સંતુલન ખોરવવાના પાપી કૃત્યમાં લાગેલાં છે.
28 રાષ્ટ્રોના બનેલા યુરોપીય સંઘે સંયુક્ત રાષ્ટ્રોના મહા સચિવ દ્વારા કરાયેલા અનુરોધ મુજબ કાર્બન ઉત્સર્જન ન્યૂટ્રાલિટી (નેટ ઝીરો) મેળવવા તેની તૈયારી જાહેર કરી છે.
તે રીતે ભારત અને ચીન પર દબાણ વધારવાના પ્રયાસો ચાલુ છે. તેમ છતાં, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત અને ચીને સંયુક્ત રીતે નિવેદન કર્યું છે કે, વિકસિત રાષ્ટ્રોએ પેરિસ સમજૂતીમાં સારાં પરિણામો પ્રાપ્ત કરવા ક્યૉટો પ્રૉટૉકૉલ 2005 માટે પ્રતિબદ્ધ થવું જોઈએ.
ભારતે સ્પષ્ટતા કરી છે કે, જ્યાં સુધી પરિષદ 2023માં યોજાવાની છે ત્યાં સુધી તે પેરિસ સમજૂતી હેઠળ કાર્બન ઉત્સર્જન પર સ્વ નિયંત્રણ લક્ષ્યાંક પર કોઈ નિર્ણય નહીં લે.
પેરિસ સમજૂતીમાં છઠ્ઠો અનુચ્છેદ કાર્બન બજાર ઊભું કરવા માટેની દરખાસ્ત કરે છે.
અનેક ફાયદાઓ સાથે, આ બજાર, નિર્ધારિત લક્ષ્યાંકો કરતાં વધુ કાર્બન ઉત્સર્જન ઘટાડી શકે તેવાં રાષ્ટ્રો દ્વારા તેમનો હિસ્સો વેચવા માટેનો માર્ગ મોકળો કરે છે.