અમરાવતી: આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં કારમાં ગૂંગળામણ થતાં 3 બાળકોનાં મોત નીપજ્યાં છે. બાળકો ઘરની સામે રોડ પર રમી રહ્યાં હતા. તેઓ રમતી વખતે કારમાં ગયા હતા. ત્યારબાદ અચાનક કાર લોક થઈ ગઈ હતી અને બાળકો કારની અંદર ફસાઈ ગયા હતા. બાદમાં ગૂંગળામણને કારણે બાળકોના મોત નીપજ્યાં હતાં.
આંધ્ર પ્રદેશઃ કાર લોક થઈ જતાં ગૂંગળામણને કારણે 3 બાળકોના મોત - andhra pradesh news update
આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. કારમાં ગૂંગળામણ થતાં 3 બાળકોનાં મોત નીપજ્યાં છે.
andhra pradesh news
આ ઘટના કૃષ્ણા જિલ્લાના રીમલ ગામની છે. થોડા મહિના પહેલા તમિલનાડુના કલ્લકુરિચી જિલ્લાના તિરુકોવિલુરમાં કારમાં ગૂંગળામણ થવાને કારણે બે બાળકોના મોત નીપજ્યાં હતાં.