કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ કહે છે કે મંદી અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને તેને પ્રગતિ ધીમી પડવા તરીકે ગણવી જોઈએ. કૉર્પોરેટ કર અને મેટ (મિનિમમ ઑલ્ટરનેટિવ ટૅક્સ)ને તાર્કિક કરવાં જેવાં પગલાં દ્વારા કેન્દ્ર સરકાર વિવિધ મૂડીરોકાણ નીતિઓને પુનર્જીવિત કરીને વિદેશી મૂડીરોકાણ આકર્ષવા પ્રયાસ કરી રહી છે, પરંતુ આવાં બધાં પગલાં દેશની આર્થિક સ્થિતિ આગળ વધારવામાં બહુ મદદ કરી રહ્યાં હોય તેમ જણાતું નથી.
વિશ્વ બૅન્કે તાજેતરમાં ભારતની તેની પ્રખર ક્ષમતાઓ માટે પ્રશંસા કરી છે અને કહ્યું છે કે અનેક મુશ્કેલીઓ છતાં ૭૭મા ક્રમથી ૬૩મા ક્રમે એટલે કે ૧૪ પદનો કૂદકો મારવો આવડા મોટા દેશ માટે સાધારણ વાત નથી. મોદી સરકારે વ્યૂહાત્મક રીતે એક વિશેષ સમિતિ બનાવી છે જેના દ્વારા તે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધના કારણે ચીનમાંથી નીકળી રહેલા બહુરાષ્ટ્રીય કૉર્પોરેટ મૂડીરોકાણકારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે.
આ સંદર્ભમાં વિયેતનામ ઘણું આગળ છે અને તેણે જે મર્યાદાઓ સ્થાપી છે તે જોતાં, સરકાર આવી કૉર્પોરેટ વિશાળ કંપનીઓને ટેકો આપવાનો પ્રયાસ તેમની સમક્ષ ‘મેક ઇન ઇન્ડિયા’ની પરિકલ્પનાનો પરિચય કરાવીને કરી રહી છે. અનેક વાર પોતાની ક્ષમતા પૂરવાર કરી ચૂક્યું હોવા છતાં ભારત હજુ પણ દેશમાં આર્થિક સુધારાનાં ૨૮ વર્ષે પણ પ્રત્યક્ષ મૂડીરોકાણ પૂરતું આવે તેની રાહ જોઈ રહ્યું છે.
ભારતમાં જમીન રેકૉર્ડ અને કૉન્ટ્રાક્ટ પ્રબંધન જેવી વિવિધ યોજનાઓના અમલમાં સંગઠન સ્તરે ભારે ખલેલોનું આ પરિણામ છે, જેની સીધી અસર દેશની પ્રગતિ પર પડી રહી છે!
ભારત માટે એ ગર્વની વાત છે કે પાંચ વર્ષ પૂર્વે તે વેપાર સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં ૧૪૨મા ક્રમે હતું, હવે તે ૬૩મા ક્રમે છે, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં ૧૦ પદ નીચે ઉતરી ગયું છે. વિશ્વ સ્તરે સ્પર્ધા તીવ્ર બનતી જઈ રહી છે ત્યારે દુવ્વુરી સુબ્બારાવ જેવા લોકો દ્વારા શ્રમ સુધારાઓ જરૂરી હોવા પર ભાર મૂકાયો છે અને વિશ્વ બૅન્ક પણ મિલકત નોંધણી, ધિરાણ, લઘુમતી મૂડીરોકાણકારોની રક્ષા અને કરની ચૂકવણી તેમજ કૉન્ટ્રાક્ટના અમલ વગેરેમાં તાર્કિક પરિવર્તનોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.
કોઈ પણ વેપાર શરૂ કરવામાં ભારતનો રેકૉર્ડ ૧૩૬મા ક્રમે તે હાલમાં છે તેના દ્વારા જ દેખાઈ આવે છે. જ્યારે અન્ય દેશો સાથે સરખામણી કરવામાં આવે તો અસ્ક્યામતોની નોંધણીની ખરાબ થતી જતી પ્રક્રિયા સૂચક છે જેનું કારણ વધુ પડતી સ્ટેમ્પ ડ્યુટી જેવાં અવરોધરૂપ કારણો છે, વધુ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા માટે લેવડદેવડની સાચી કિંમત ઘટાડવા જેવી ગેરકાયદે પદ્ધતિ પણ અજમાવાય છે; આંતરરાષ્ટ્રીય સમુદાય આવાસ નિર્માણ અને રિયલ ઍસ્ટેટ ક્ષેત્રમાં પાયાના સ્તરના સુધારાઓના અભાવ જેવી ખામીઓ ગણાવી રહ્યું છે.
આ ક્ષેત્રમાં ભારત ૧૯૦ દેશોમાં ૧૫૪મા ક્રમે છે. વિશ્વ બૅન્કના વડા ડેવિડ માલપાસે વડા પ્રધાન મોદીના ધ્યાન પર જમીનને ડિજિટાઇઝ કરવાની અને દેશભરમાં વેચાણ દરમિયાન તેને પ્રાપ્ય બનાવવાની વાત, હતી જેનાથી લેવડદેવડમાં જરૂરી પારદર્શિતા આવે તે બે મહિના પૂર્વે મૂકી હતી.