ગુજરાત

gujarat

By

Published : Jul 4, 2020, 7:34 PM IST

ETV Bharat / bharat

પટિયાલા હાઉસ કોર્ટે બાબા રામદેવ કેસમાં સુનાવણી સમયે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં બાબા રામદેવ વિરુદ્ધ FIR નોંધવાની માંગણીની અરજીની સુનાવણી કરતી વખતે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. વસંત વિહાર પોલીસ સ્ટેશનના SHO પાસેથી ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અંગે કોર્ટે એક્શન ટેકન રિપોર્ટ સમન્સ પાઠવ્યું છે. આ કેસ અંગેની આગામી સુનાવણી 15 જુલાઇએ હાથ ધરવામાં આવશે.

દિલ્હી પટિયાલા કોર્ટે બાબા રામદેવ કેસમાં સુનાવણી સમયે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી
દિલ્હી પટિયાલા કોર્ટે બાબા રામદેવ કેસમાં સુનાવણી સમયે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી

નવી દિલ્હી: અરજીમાં બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને અન્ય આરોપીઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેઓ તેમની દવાઓની ખોટી જાહેરાત ફેલાવીને કોરોનાની સારવાર અંગે લોકોને ગેરમાર્ગે દોરે છે. અરજીમાં બાબા રામદેવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 270, 420 અને 504 હેઠળ એફઆઈઆર નોંધવાની માગ કરવામાં આવી છે.

બાબા રામદેવએ 23 જૂનના રોજ કોરોનિલ કીટ લોન્ચ કરી હતી. તે સમયે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ કીટ કોરોના રોગને મટાડશે. ત્યારબાદ, કેન્દ્રીય આયુષ મંત્રાલયે તે દવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો અને કહ્યું કે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીએ આ દવા વિશે જાહેરાત કરવી નહીં.

બાબા રામદેવએ 1 જૂનના રોજ કહ્યું કે, આયુષ મંત્રાલયે તેમને દવા વેંચવાની મંજૂરી આપી છે. પરંતુ, તે કોરોના દવા તરીકે નહીં ઇમ્યુનિટી વધારતી દવા તરીકે વેંચવામાં આવશે. કોરોનિલને પતંજલિ યોગપીઠ દ્વારા બનાવવામાં આવી છે અને તેનું પ્રોડકશન દિવ્ય ફાર્મસી અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ, દ્વારા કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details